જબ એક જૂ પૂરી ફ્લાઈટ કો ગ્રાઉન્ડ કર દેતી હૈ! જાણો મહિલાના માથામાં જૂ દેખાયા બાદ શું થયું?
HD ન્યૂઝ ડેસ્ક, 8 ઓગસ્ટ, ઘણી વખત માથામાં જૂ પડે છે, માથામાં ખોડો થાય છે. જેનાં લીધે લોકો એ વ્યક્તિથી દૂર રહેતા હોય છે, પરંતુ હદ ત્યારે થઈ જ્યારે જુ ના કારણે એક ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. લોસ એન્જલસથી ન્યૂયોર્ક જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પ્લેનમાં મહિલા પેસેન્જરના માથામાં જૂ જોવા મળતાં ફ્લાઈટનું ફોનિક્સમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના જૂનમાં બની હતી, પરંતુ તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જૂ માથા પર રખડતા જંતુઓ છે, જે મનુષ્યના માથાના વાળમાં રહે છે. શું તમે કલ્પના કરી શકો છો કે આ જુ અને ટોલા દેખાતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે. માનવામાં નહિ આવે પરંતુ આ વાત સાચી છે. મહિલાના માથામાં જુ ટોળા દેખાતા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. Ethan Judelson નામના પ્રવાસીએ TikTok પર અનુભવ શેર કર્યો. કહ્યું કે, ક્રૂ મેમ્બરોએ ડાયવર્ઝન વિશે વધુ માહિતી આપી ન હતી, જેનાથી મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લેન્ડિંગ પછી જ્યારે અમે પ્લેનમાંથી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે કેટલાક પેસેન્જર્સે એક મહિલા પેસેન્જરના માથા પર જૂ રખડતી જોઈ હતી. મુસાફરોએ ફ્લાઇટ એટેન્ડન્ટને જાણ કરી હતી. ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ફોનિક્સ, એરિઝોનામાં પ્લેન લેન્ડ થયા પછી, માથાની જૂ ધરાવતી મહિલા દરવાજા તરફ દોડતી હતી. એવું લાગતું હતું કે તે પોતાની જાતને છુપાવતી હોય. શક્ય તેટલી ઝડપથી બહાર નીકળવા માંગતી હતી, એથન જુડલ્સને કહ્યું. કદાચ આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે, જ્યારે જૂના કારણે વિમાનને ડાયવર્ટ કરવું પડ્યું હોય. ફોનિક્સની હોટલોમાં મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને ખર્ચ કરવા માટે 12 ડોલર પણ આપવામાં આવ્યા હતા.
જ્યારે મુસાફરોને 12 કલાકના વિલંબનો સામનો કરવો પડશે તેવું જણાવવામાં આવતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. એરલાઈને તમામ મુસાફરોને હોટલ વાઉચર આપ્યા હતા. જુડેલસનને આશ્ચર્ય થયું કે શું તેઓ ફોનિક્સમાં અનિશ્ચિત સમય માટે અટવાઈ ગયા છે. અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે તબીબી કટોકટીના કારણે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. પરંતુ પછી ખબર પડી કે આ ઈમરજન્સી લેન્ડિંગનું સાચું કારણ જૂ હતું. જુડલ્સને અન્ય મુસાફરોને ચર્ચા કરતા સાંભળ્યા કે મહિલાના વાળમાં જંતુઓ જોવા મળ્યા હતા. આ અસામાન્ય વિક્ષેપ છતાં, મુસાફરો આખરે ન્યુ યોર્ક માટે રવાના થયા, જો કે, આ જૂએ બધા મુસાફરોનો સમય ગુમાવ્યો હતો.
આ પણ વાંચો..ફ્લાઇટમાં થયો પતિ પત્નીનો ઝગડો, તો ઇમરજન્સી કરવું પડ્યું લેન્ડિંગ