ટ્રેન્ડિંગમનોરંજન

‘જવાન’ નો જાદુઃ વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર, શું આ બે ફિલ્મના રેકોર્ડ તોડશે?

  • 8 દિવસમાં જ શાહરૂખ ખાન  અને નયનતારાની ફિલ્મ ‘જવાન’ એ વર્લ્ડવાઈડ 696 કરોડનું કલેક્શન કરીને ગદર 2 ને પાછળ છોડી દીધી હતી. હવે સેકન્ડ વીકેન્ડમાં ફરી મચાવી ધૂમ

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર તેનો જાદુ વરસાવી રહી છે. સાઉથના ડિરેક્ટર એટલીના નિર્દશનમાં બનેલી આ એક્શન ડ્રામા ફિલ્મ દરરોજ એક નવા રેકોર્ડ સાથે ચાહકોને સરપ્રાઈઝ આપી રહી છે. શાહરૂખ ખાને સાબિત કરી દીધુ છે કે તે રિયલ સુપર સ્ટાર છે. તે બોલિવુડનો કિંગખાન એમ જ નથી બન્યો. તેનામાં આજે પણ એ જાદુ છે જે દર્શકોને પોતાના દિવાના બનાવી શકે. વર્ષની શરૂઆતમાં શાહરૂખ ખાને બોલિવુડની સૌથી મોટી ફિલ્મ ‘પઠાણ’ આપી, હવે પોતાની નવી ફિલ્મ ‘જવાન’થી તે ‘પઠાણ’ના પણ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રીલીઝ થયેલી ફિલ્મ સતત જબરજસ્ત કમાણી કરી રહી છે.

શાહરૂખ-નયનતારા સ્ટારર ફિલ્મ ‘જવાન’ ડોમેસ્ટિક કરતા બમણી સ્પીડથી વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર દોડી રહી છે. સની દેઓલની ગદર 2નો વર્લ્ડવાઈડ રેકોર્ડ તો આ ફિલ્મ પહેલા જ તોડી ચૂકી છે અને હવે ‘જવાન’ આ બે મોટી ફિલ્મોને પાછળ રાખવા તૈયાર છે.

 'જવાન' નો જાદુઃ વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર, શું આ બે ફિલ્મના રેકોર્ડ તોડશે? hum dekhenge news

વિશ્વભરમાં ‘જવાન’નો ડંકો વાગ્યો

શાહરૂખ ખાન બોલીવુડનો એવો સુપરસ્ટાર છે જેની લોકપ્રિયતા જેટલી ભારતમાં છે એટલી જ વિદેશમાં પણ છે. ‘જવાન’ની રિલીઝ પહેલા જ USA અને દુબઈ જેવા દેશોમાં ફિલ્મની એડવાન્સ બુકિંગે કરોડોનો બિઝનેસ કર્યો હતો. માત્ર 8 દિવસમાં જ શાહરૂખ-નયનતારાની ફિલ્મ ‘જવાન’ એ વર્લ્ડવાઈડ 696 કરોડનું કલેક્શન કરીને ગદર 2 ને પાછળ છોડી દીધી હતી. હવે બીજા વીકેન્ડમાં ‘જવાન’એ વર્લ્ડવાઈડ 800 કરોડથી વધુની કમાણી કરી છે.

‘જવાન’નું વર્લ્ડવાઈડ 11 દિવસનું ટોટલ કલેક્શન

જવાન’નું વર્લ્ડવાઈડ કલેક્શન- 800.1 કરોડ

ઓવરસીઝ કલેક્શન- 270 કરોડ

રવિવાર સિંગલ ડે કલેક્શન- 38-39 કરોડ

હવે શાહરૂખની ‘જવાન’ને આ બે રેકોર્ડની રાહ

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ એ બીજા રવિવારે 38થી 39ની વચ્ચે વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. શાહરૂખની ‘જવાન’એ વર્લ્ડવાઈડ કલેક્શન મામલે ગદર 2 ને પાછળ છોડી દીધી છે. હવે તેના ટાર્ગેટ પર પોતાની જ ફિલ્મ પઠાણ છે. પઠાણ એ વર્લ્ડવાઈડ લાઈફટાઈમ 1000 કરોડનો બિઝનેસ કર્યો હતો. પઠાણ ની સાથે-સાથે તે આ વીકેન્ડ સુધીમાં તે સંજય દત્ત અને રોકિંગ સ્ટાર યશ સ્ટારર ફિલ્મ KGF 2નો પણ રેકોર્ડ તોડી શકે છે. જેનું લાઈફટાઈમ કલેક્શન લગભગ 1,148 કરોડનું છે.

આ પણ વાંચોઃ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાના છો? ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ

Back to top button