ગંદા હૈ, પર ધંધા હૈ!? સિગારેટોના ઠૂંઠામાંથી બને છે બાળકો માટેની આ વસ્તુઓ!
- કેટલાક લોકોએ વ્યક્તિના પ્રયત્નોની પ્રશંસા કરી, અન્ય લોકોએ રમકડાં હાનિકારક હોવા અંગે ચિંતા વ્યક્ત કરી
HD ન્યૂઝ ડેસ્ક, 22 નવેમ્બર: નોઈડાના એક વ્યક્તિની પ્રદૂષણ સામે લડવાની અનોખી રીતના વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વીડિયોમાં તેણે દાવો કર્યો છે કે, તે બળી ગયેલી સિગારેટના ઠૂંઠાને રિસાયકલ કરીને સુંદર ટેડીબેર બનાવે છે. જ્યારે કેટલાક લોકોએ તેના પ્રયત્નોની પ્રશંસા કરી, અન્ય લોકોએ રમકડાં હાનિકારક હોવા અંગે ચિંતા વ્યક્ત કરી.
જૂઓ અહીં વાયરલ વીડિયો
View this post on Instagram
સિગારેટમાંથી સોફ્ટ ટોય બનાવવામાં આવે છે!
ઈન્સ્ટાગ્રામ પેજ 60 સેકન્ડ ડોક્સ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે, “મોટાભાગના માતા-પિતા કહેશે કે સિગારેટ રમકડું નથી, પરંતુ ભારતના નોઈડામાં નમન ગુપ્તાએ સિગારેટના ઠૂંઠાના કચરાને રિસાયકલ કરવાની ટકાઉ રીત શોધી કાઢી છે જે છે સ્ટફ્ડ પ્રાણીઓ. ગુપ્તા અને તેમના ભાઈએ કોડ એફર્ટ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી, જે ઝેરી ધાતુઓની તપાસ કરે છે, પછી ઉત્પાદનને ત્યાં સુધી પ્રોસેસ અને ટ્રીટ કરે છે જ્યાં સુધી તે સ્ટફ્ડ ટોયઝને ભરવા માટે અપસાયકલ કરવા માટે સલામત ન કરી દેવામાં આવે. પોસ્ટ સાથે શેર કરાયેલા એક વીડિયોમાં, ગુપ્તા તેમના કામ અને સિગારેટના ઠૂંઠાને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે તે સમજાવતા જોવા મળે છે.
લોકો પ્રતિક્રિયા આપી
વીડિયો પર કોમેન્ટ કરીને કેટલાક લોકો આ પહેલના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ખતરનાક ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ કામ કામદારો માટે ખૂબ જ ખતરનાક છે. આ કામના કારણે તેને કેન્સર થઈ જશે.” જ્યારે બીજાએ લખ્યું કે, “આ અદ્ભૂત છે. ખરાબમાંથી થોડુંક સારું, પરંતુ જિજ્ઞાસા છે કે શું ફાઇબરમાં હજુ પણ સિગારેટ જેવી ગંધ આવે છે?” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “તેઓએ સાચી રીતે કહ્યું કે તે સલામત પ્રમાણિત છે, તે અદ્ભુત કામ કરી રહ્યા છે, તો દોષ કાઢવાનો પ્રયાસ બંધ કરો.“