હવે 31 ઓક્ટોબર સુધી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે, નહી ભરવો પડે દંડ
દર વર્ષે લોકોને આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે. આ પ્રક્રિયા માટે સરકાર દ્વારા લોકોને સમય પણ આપવામાં આવે છે. તે જ સમયે લોકોને એક નિશ્ચિત તારીખ પણ કહેવામાં આવે છે જેથી કરીને લોકો તે તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરે. જો કે કેટલાક લોકો નિર્ધારિત તારીખ સુધી પણ તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જેના પછી તેમને દંડ સહન કરવો પડે છે. આ દંડ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) લેટ ફી તરીકે લેવામાં આવે છે.
કેટલો દંડ ભરવો પડે છે?
નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ રવિવાર 31 જુલાઈ 2022 હતી. આનો અર્થ એ થયો કે જે કરદાતાઓનાં ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી તેઓએ આ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની જરૂર હતી. વ્યક્તિગત આવકવેરાદાતાઓ જેમણે 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કર્યું નથી જો તેમની આવક કરપાત્ર છે. તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
31 ઓક્ટોબર આ લોકો ફાઇલ કરી શકે છે
પગારદાર વ્યક્તિઓએ 31મી જુલાઈ સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. જ્યારે કોર્પોરેટ અથવા જેમને તેમના એકાઉન્ટનું ઓડિટ કરાવવાની જરૂર છે તેઓ આકારણી વર્ષની 31મી ઓક્ટોબર સુધીમાં તેમનું રિટર્ન ફાઈલ કરી શકે છે. આવી સ્થિતિમાં આ લોકોને 31 ઓક્ટોબર સુધીમાં ITR રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ દંડનો સામનો કરવો પડશે નહીં.
છેલ્લા દિવસે આટલા બધા રિટર્ન ફાઈલ થયા
વ્યક્તિગત આવકવેરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. છેલ્લા દિવસે એટલે કે રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી 63.47 લાખથી વધુ રિટર્ન જમા થયા હતા. આવકવેરા વિભાગે ITR સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી હતી.
સતત વિનંતી કરવામાં આવી રહી હતી
વિભાગ કરદાતાઓને વિલંબિત ફીના બોજથી બચવા માટે નિર્ધારિત સમયમાં રિટર્ન સબમિટ કરવા સતત વિનંતી કરી રહ્યું છે. અગાઉ 30 જુલાઈ સુધી 5.10 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. રવિવારે ફાઈલ કરવામાં આવેલા ITR સાથે, નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્નની કુલ સંખ્યા 5.73 કરોડને વટાવી ગઈ છે.