ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇટાલીના PM જ્યોર્જિયા મેલોની બન્યા ‘મૅન ઑફ ધ યર’, સ્થાનિક અખબારનો લેખ

Text To Speech
  • PMએ પુરુષોનું પરંપરાગત આધિપત્ય દૂર કરીને અવરોધ સામે વિજય મેળવ્યો
  • વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અત્યાર સુધી લિબેરોના આ લેખ પર કોઈ ટિપ્પણી કરી નથી

રોમ(ઈટાલી), 2 જાન્યુઆરી : ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને જમણેરી(RIGHT-WING) અખબાર દ્વારા ‘મૅન ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યા છે. લિબેરો નામના સ્થાનિક અખબાર દ્વારા ‘મૅન ઑફ ધ યર’ શીર્ષક હેઠળ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને લઈ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અખબારમાં ‘મૅન ઑફ ધ યર’ હેઠળના લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીમાં “ધ વોર ઓફ ધ સેક્સીસ” જીતી અને પુરુષોનું પરંપરાગત આધિપત્ય દૂર કરીને અવરોધ સામે વિજય મેળવ્યો છે.

લેખક સેચીએ પોતાના આ લેખમાં લખ્યું કે,”અમારા(દેશના) નબળા વિચારસરણીવાળા સમાજમાં, અમે મજબૂત વિચારોને માન્યતા આપી છે.” વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અત્યાર સુધી લિબેરોના આ લેખ પર કોઈ ટિપ્પણી કરી નથી.

Giorgia Meloni
@LIBERO NEWPAPER

લેખમાં શું લખવામાં આવ્યું ?

લેખમાં કહેવામાં આવ્યું છે કે “અતિશય વિવિધતામાં, અમે(દેશના લોકોએ) પુરુષને બદલે મહિલાને પ્રતિનિધિ બનાવી છે. તેણીએ યુદ્ધના સમયમાં કરી બતાવ્યું છે કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે લડવું જોઈએ.” લેખમાં આગળ લખવામાં આવ્યું કે, “લિબેરો માટે જ્યોર્જિયા મેલોની ‘મૅન ઑફ ધ યર’ છે કારણ કે દરેક વસ્તુથી ઉપર તેણીએ “ધ વોર ઓફ ધ સેક્સીસ”ને જીતીને, અલગ રીતે વિચારીને, અલગ થઈને, પુરૂષોના ઘમંડ અને સ્ત્રીઓના પરાજયને માત આપીને આવા અવરોધો દૂર કર્યા છે.”

આ લેખને ઇટાલીના વિરોધ પક્ષો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો ન હતો, જેમણે મેલોની પર “ઇટાલિયન મહિલાઓને છોડી દેવા”નો આરોપ મૂક્યો હતો. મધ્ય-ડાબેરી(centre-left) ડેમોક્રેટિક પાર્ટીના સેક્રેટરી એલી શ્લેઇને કહ્યું, “આજે એક જમણેરી(right-wing) અખબાર અમને સમજાવી રહ્યું છે કે, રાજકારણ અને સત્તા પુરુષો માટે છે.”

જો કે, મેલોની સરકારમાં સંસ્કૃતિ મંત્રી અને લિબેરોના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ગેન્નારો સાંગીયુલિયાનોએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘મેન ઓફ ધ યર’નું બિરુદ યોગ્ય હતું.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

આ પણ જુઓ :ભારત રત્ન સન્માનનો આજે સ્થાપના દિવસ, જાણો તેની સાથે જોડાયેલી રોચક બાબતો

Back to top button