‘PM મોદી વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય અને અગ્રણી નેતા’ ઈટાલીના PMએ કર્યા ખુલ્લેઆમ વખાણ
ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને વિશ્વના અગ્રણી નેતા બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ વૈશ્વિક સ્તરે તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે. તેમણે કહ્યું, “પીએમ મોદી દુનિયાભરના તમામ નેતાઓમાં સૌથી વધુ પ્રિય છે. તે સાબિત થયું છે કે તેઓ વિશ્વના અગ્રણી નેતા છે અને આ માટે તેમને અભિનંદન. મેલોની નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે તેમના ભારતીય સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.
Italian Prime Minister praises Prime Minister @narendramodi for having the highest approval ratings in the world. pic.twitter.com/OmeSA5T0L4
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 2, 2023
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈટાલીનો હેતુ ભારત સાથે સંરક્ષણ-ઊર્જા સુરક્ષા તેમજ સાયબર સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં તેની ભાગીદારીને મજબૂત કરવાનો છે. “અમે વ્યૂહાત્મક ભાગીદાર બનવાનું નક્કી કર્યું કારણકે અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે,” તેમણે કહ્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યુક્રેન વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલી શકાય છે. તે ખુશીની વાત છે કે ઈટાલીએ ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
#EXCLUSIVE : The Prime Minister of #India Narendra Modi welcomed the #Italian Prime Minister Giorgia Meloni at Rashtrapati Bhavan in #NewDelhi. pic.twitter.com/KrG3TmLIDT
— Sushmit Patil Сушмит Патил सुश्मित पाटिल ???????? (@PatilSushmit) March 2, 2023
તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદ અને અલગતાવાદ સામેની લડાઈમાં ભારત અને ઈટાલી ખભે ખભા મિલાવીને ઉભા છે. PM મેલોની 8મી રાયસિના ડાયલોગ 2023માં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા માટે ગુરુવારે બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ઈટાલિયન પીએમનું ભારતની પ્રથમ મુલાકાતે સ્વાગત કર્યું અને તેમને ઈટાલીની સૌથી યુવા મહિલા પીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા.
Prime Minister @narendramodi welcomes Italian Prime Minister @GiorgiaMeloni at the inauguration of #RaisinaDialogue2023.
Opening remarks by @orfonline President @samirsaran. pic.twitter.com/Rw717QXK2q
— Amit Paranjape (@aparanjape) March 2, 2023
ભારત અને ઈટાલી આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે તેના ટ્વીટમાં કહ્યું, ‘બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વાસ્તવમાં સહિયારા સાંસ્કૃતિક મૂલ્યોની ભાવના, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા, હરિત ઉર્જા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સંરક્ષણ, પ્રાદેશિક અને વૈશ્વિક ક્ષેત્રે પરસ્પર સહયોગ પર આધારિત છે. જે મુદ્દાઓ બહુપક્ષીય છે.