અમદાવાદઆંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

PM મોદી અને PM જ્યોર્જિયા મેલોનીએ શૅર કરી સેલ્ફી, લખ્યું #Melodi

  • ઇટાલીના PM મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર PM મોદી સાથેની સેલ્ફી શેર કરી
  • “COP28માં સારા મિત્રો” : PM મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરતી વખતે લખ્યું

COP28, 2 ડિસેમ્બર : ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને COP28માં તેમના સારા મિત્ર ગણાવ્યા છે. દુબઈમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ સમિટ (COP28) દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી. મેલોનીએ આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર #Melodi હેશટેગ સાથે પોસ્ટ કરી છે. પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરતી વખતે મેલોનીએ લખ્યું કે, ‘COP28માં સારા મિત્રો’.

ઉલ્લેખનીય છે કે, હાલ UAEમાં ક્લાઈમેટ કોન્ફરન્સ ચાલી રહી છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી અનેક નેતાઓ પહોંચ્યા છે. જેમાં પીએમ મોદી પણ ભાગ લેવા પહોંચ્યા હતા. COP28 સમિટમાં PM મોદીએ તમામ દેશોને પર્યાવરણ વિશે વિચારવાનું આહ્વાન કર્યું હતું અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા અંગે વાત કરી હતી. સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા વૈશ્વિક નેતાઓને મળ્યા હતા અને તેમની સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી.

 

COP28માં વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

COP28 સમિટમાં PM મોદીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ પર્યાવરણ વિશે વિચારવું જોઈએ. આપણે આપણા હેલ્થ કાર્ડ વિશે જે રીતે વિચારીએ છીએ તે જ રીતે આપણે તેના વિશે વિચારવું જોઈએ. પીએમ મોદીએ વૈશ્વિક ઉત્સર્જનમાં ધરખમ ઘટાડો કરવા માટે તમામ દેશોને સાથે મળીને કામ કરવા હાંકલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતનું ઉત્સર્જન અન્ય દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે.

સમિટ દરમિયાન PM મોદી અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રમુખ આઇઝેક હરઝોગ, UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, જોર્ડનના રાજા અબ્દુલ્લા II, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક અને UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ સિવાય PM મોદીએ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમરોન, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, તુર્કીના રાષ્ટ્રપતિ આર.ટી. એર્દોઆન, સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ સહિત ઘણા નેતાઓને પણ મળ્યા હતા.

આ પણ જુઓ :2028માં યોજાનાર COP33 સમિટ ભારતમાં યોજવાનો PM મોદીનો પ્રસ્તાવ

Back to top button