ગરમીની લહેર વચ્ચે આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, 16 થી 18 મે દરમિયાન રાજસ્થાન પર ચક્રવાતી પવનોને કારણે, રાજસ્થાન, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ધૂળવાળા પવનો ફૂંકાઈ શકે છે. તેનાથી લોકોને ગરમીમાં થોડી રાહત મળી શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અનેક જગ્યાએ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે.
ઓમકારેશ્વરમાં હોડી પલટી જતાં ભાવનગરના 6 લોકો ડૂબ્યા, એક બાળકનું મોત
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વર મંદિરના યાત્રાધામમાં ભાવનગરથી દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓની બોટ પલટી ગઈ હતી. બોટ પલટી જતાં એકનું ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ગુમ થયેલ છે.
કાળઝાળ ગરમીને કારણે એક સપ્તાહથી રાજ્યમાં ઈમરજન્સી કેસોમાં આટલો વધારો થયો !
છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને કારણે રાજ્યમાં ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. રાજ્યમાં ઈમરજન્સીમાં 14 ટકાનો વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં 21 ટકાનો વધારો થયો છે.
અમિત શાહ આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
અમિત શાહ આગામી 20મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે આ દરમિયાન તેઓ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ડૉ. અતુલ ચગની આત્મહત્યાના ત્રણ મહિના બાદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સામે ગુનો નોંધાયો
ગીર સોમનાથના જાણીતા ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના ત્રણ મહિના બાદ પોલીસે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગુનો નોંધ્યો છે.
દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, પોલીસ કાફલો તૈનાત
દેશની રાજધાની દિલ્હીની વધુ એક શાળામાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. આ પહેલા પણ ઘણી શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે.
ન્યુઝીલેન્ડ : ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગ , 10 લોકોના મોત, અનેક ઘાયલ
ન્યુઝીલેન્ડની રાજધાનીમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 10 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ ઘણા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. અને મૃત્યુઆંક હજુ વધી શકે છે. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 52 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.