રાજયમાં નાના વિરામ બાદ ફરી એક વાર ચોમાસુ જામ્યું છે. આજથી 5 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે. જેના પગલે ગઈ કાલથી કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારાી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જે મુજબ રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ અને 40 કિમીની ઝડપે પવન ફુકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે.
આ જિલ્લમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તેમજ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર,મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા રહેલી છે.
અમરેલી સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે વલસાડ,દમણમાં અતિભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું