ટેન્ડર વિના જ ચોટીલાના રોપ-વેનો કોન્ટ્રેક્ટ આપ્યો કેવી રીતે તેમ કહી હાઈકોર્ટે સવાલ કર્યો છે. જેમાં અનુભવ જ નથી તેને કામ આપ્યું, મોરબી જેવી ભૂલ થઈ રહી છે. તથા રોપ-વેની મંજૂરી રદ કરાવવા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટની HCમાં PIL છે. તેમાં હાઈકોર્ટે ભૂતકાળમાં આપેલા સ્ટેને લંબાવ્યો છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનો પ્રારંભ
આ કેસની વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે
ચોટીલામાં સ્થિત ચામુંડા માતાજીના મંદિર પર રોપ-વે બનાવવા માટે મંજૂરી આપતા રાજ્ય સરકારના નોટિફિકેશન અને ડ્રાફ્ટ ઓર્ડરને રદ કરવાની માગ સાથે ‘ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ’ દ્વારા હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠમાં થયેલી જાહેરહિતની અરજીમાં સોમવારે સુનાવણી થઈ હતી. સુનાવણી સમયે, હાઈકોર્ટે સરકારને સવાલ કરેલો કે શા માટે ટેન્ડર વગર રોપ-વેનો કોન્ટ્રાક્ટ અપાયેલો છે ? આ કેસની વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. હાઈકોર્ટે ભૂતકાળમાં આપેલા સ્ટેને લંબાવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ, 1,657 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક
કોઈપણ હરાજી કે ટેન્ડર વગર આ કોન્ટ્રાક્ટ આ કંપનીને આપેલો
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જે ભુલ કરાઈ હતી, તેવી જ ભૂલ ચોટીલા મંદિર પર બનતા રોપ-વેના પ્રોજેક્ટ માટે કરાઈ રહી છે. સરકારે એવી કંપનીને રુ. 500 કરોડનો કોન્ટ્રાક્ટ આપેલો છે કે જેને રોપ-વે બનાવવા અંગેનો કોઈ અનુભવ જ નથી. જો આ કોન્ટ્રાક્ટ માર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિ.ને અપાશે તો અસંખ્ય લોકોના જીવ જોખમાશે. દર વર્ષે આ મંદિરના દર્શન અર્થે અંદાજે 25 જેટલા દર્શનાર્થીઓ આવે છે. વર્ષ 2008માં જ્યારે સરકારે આ કંપનીને રોપ-વે બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો.
આ પણ વાંચો: ગુજરાત: 11 હેરિટેજ ઈમારતનું 7 દિવસનું લાઇટબિલ જાણી દંગ રહી જશો
જેની સામે હાઈકોર્ટમાં અરજી થયેલી અને વર્ષ 2011માં સરકારે જવાબ આપેલો કે કંપની લેટેસ્ટ ટેકનોલજી સાથે રોપ-વેનુ નિર્માણ કરશે. જો કે, કંપનીએ દસ વર્ષ બાદ આ ટેકનોલજી અપનાવી છે. જે હવે જુની થઈ ગઈ છે. છેલ્લા પંદર વર્ષથી સરકાર આ કંપનીને સમર્થન આપે છે અને કોઈપણ હરાજી કે ટેન્ડર વગર આ કોન્ટ્રાક્ટ આ કંપનીને આપેલો છે. સરકારની પ્રકિયામાં પારદર્શિતા નથી. રોપ-વે માટેના પિલર અને વાયર મંદિર આસપાસના જંગલ વિસ્તારમાંથી પસાર થશે અને તેનાથી જંગલને નુકસાન થશે.
આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા 1,414 કરોડના સટ્ટાકાંડમાં નવા ખુલાસા સામે આવ્યા
અરજીમાં રાજ્ય સરકારે જવાબ પણ આપેલા
કંપનીની રજૂઆત હતી કે ગુજરાત એરિયલ રોપ-વે એક્ટ-1956 મુજબ કોઈને પણ આ કોન્ટ્રાક્ટ આપી શકાય છે. મહત્વનુ છે કે, ભૂતકાળમાં હાઈકોર્ટે આ અરજીમાં રાજ્ય સરકાર, ફોરેસ્ટ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર અને કંપનીને નોટિસ પાઠવેલી અને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ કરેલો છે. આ અરજીમાં રાજ્ય સરકારે જવાબ પણ આપેલા છે અને તેની સામે અરજદારે પણ જવાબ રજૂ કરેલા. જેમાં સરકારે સબ રિજોઈન્ડર પણ કરેલુ છે. જેની સામે અરજદારે જવાબ આપવા માટે સરકાર પાસે સમય માગેલો છે. જે માગને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે.