સચિન પાયલોટ-સારા અબ્દુલ્લાએ છૂટાછેડા લીધા હોવાનો થયો ખુલાસો
રાજસ્થાન: કોંગ્રેસ નેતા સચિન પાયલટે તેમની પત્ની સારા અબ્દુલ્લા સાથે છૂટાછેડા લીધા હોવાનો ખુલાસો થયો છે. તેમના ચૂંટણી એફિડેવિટ પરથી આ માહિતી પ્રકાશમાં આવી છે. આ સાથે જ ઉમેદવારી નોંધાવવા જતાં પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ નેતા સચિન પાયલટે તેની પત્ની સારા અબ્દુલ્લા સાથે છૂટાછેડા લીધા છે. તેમના ચૂંટણી એફિડેવિટ પરથી આ માહિતી પ્રકાશમાં આવી છે. સારા અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાએ 2004માં લગ્ન કર્યા હતા.
25 નવેમ્બરે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા 30 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. જ્યારે સચિન પાયલટે આજે મંગળવારે (31 ઓક્ટોબર) ટોંક વિધાનસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી ત્યારે ખબર પડી કે તેઓ છૂટાછેડા લઈ ચૂક્યા છે. ચૂંટણીના સોગંદનામામાં પતિ-પત્નીની સામે છૂટાછેડા લીધેલ લખવામાં આવ્યું છે.
2014માં તેમના અલગ થવાની વાત થઈ હતી
સચિન પાયલટ અને સારાના અલગ થવાની ચર્ચા અગાઉ પણ થઈ ચૂકી છે. નવ વર્ષ પહેલા પણ તેમના અલગ થવાની વાતો ચાલી હતી. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સચિન પાયલટ અને સારાના અલગ થવાની વાતો ચાલી હતી પરંતુ તે સમયે તેને અફવા ગણાવીને ફગાવી દેવામાં આવી હતી.
સચિનની સંપત્તિ બમણી થઈ
આ સિવાય ચૂંટણી એફિડેવિટમાં સામે આવ્યું છે કે સચિન પાયલટની સંપત્તિ પાંચ વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. જ્યારે 2018ના એફિડેવિટમાં સચિને તેની સંપત્તિ 3.8 કરોડ રૂપિયા જાહેર કરી હતી, આ વર્ષે એટલે કે 2023માં તે વધીને લગભગ 7.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સચિન પાયલટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું
- કોઈ પોતાને સીએમ જાહેર કરીને સીએમ નથી બનતું – પાયલટ
અશોક ગેહલોતે હાલમાં જ કહ્યું હતું કે તેઓ સીએમ પદ છોડવા માંગે છે, પરંતુ ખુરશી તેમને છોડી રહી નથી અને સીએમની ખુરશી તેમને છોડશે નહીં. ત્યારે આજે પાયલોટે કહ્યું કે હ્યું હતું કે, “પોતે સીએમ પદ જાહેર કરી દેતાં કોઈ સીએમ નથી બની જતા, સીએમ પદ હાઈકમાન્ડ નક્કી કરશે.”
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: મરાઠા આંદોલનના સમર્થનમાં 3 ધારાસભ્યો, 2 સાંસદોએ રાજીનામાં ધર્યા