પ્રેમિકાને મળવા જવું યુવકને ભારે પડ્યું, ખાટલે બાંધીને ગામ લોકોએ માર્યો માર, પ્રેમીનું થયું મૃત્યુ
- દૌસા જિલ્લાના રાહુવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના જગનેર ગામમાં એક યુવકને ખાટલા સાથે બાંધીને એટલી હદે મારવામાં આવ્યો કે માર બાદ તેણે ગુમાવ્યો જીવ
- જણાવવામાં આવી રહ્યું છે કે યુવક એક યુવતીને મળવા માટે જગનેર ગામમાં આવ્યો હતો, પોલીસ સમગ્ર મામલાની કરી રહી છે તપાસ
રાજસ્થાન, 28 જુલાઈ: દૌસા જિલ્લાના રાહુવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના જગનેર ગામમાં એક યુવકને માર મારી મારીને તેની હત્યા કરી દીધી હતી. યુવકને ખાટલા સાથે બાંધીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેમને વીજ કરંટ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. પરિવારજનોનો આરોપ છે કે તેને બળજબરીથી ઝેર પણ પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યાનો ભોગ બનનાર યુવક એક છોકરીને મળવા જગનેર ગામ ગયો હતો. પરંતુ પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. તે દરમિયાન ગ્રામજનોએ તેને પકડી લીધો હતો અને બાદમાં તેને માર મારીને હત્યા કરી દીધી હતી. આ મુદ્દે શનિવારે દિવસભર દૌસામાં હોબાળો થયો હતો.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે લગભગ 12 વાગે પ્રેમપુરા ગામના રહેવાસી લલ્લુ રામ મીણા જગનેર ગામમાં એક ઘરમાં ઘૂસી ગયો હતો. આ પછી ગ્રામજનોએ લલ્લુરામ મીનાને પકડીને ખાટલા સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. દરમિયાન કોઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જાણ થતાં રાહુવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે ખાટલા સાથે બંધાયેલા લલ્લુરામ મીણાને રાહુવાસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલ લઇ જતા રસ્તામાં જ થઈ ગયું મૃત્યુ
પોલીસના આવ્યા પછી યુવકની હાલત ગંભીર જણાતા યુવકને દૌસાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ અધવચ્ચે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં લલ્લુરામના પરિવારજનોને આઘાત લાગ્યો હતો. શનિવારે સવારે મૃતકના પરિજનો અને ગ્રામજનો રાહુવાસ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી અને દિવસભર વિરોધ કર્યો હતો. તેમની માંગ હતી કે મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. આ સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની અને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી હતી.
આખો દિવસ ધમાલ કર્યા બાદ સાંજે થયું પોસ્ટમોર્ટમ
પરિવારની ધમાલ બાદ પોલીસ અધિકારીઓએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ પરિવારજનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે રાજી થયા હતા. આખરે સાંજે મેડિકલ બોર્ડ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. દૌસાના અધિક પોલીસ અધિક્ષક દિનેશ અગ્રવાલનું કહેવું છે કે હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. લલ્લુરામ મીણા જગનેર ગામમાં શા માટે આવ્યા હતો તે તપાસ કર્યા બાદ જ સાચુ કારણ જાણી શકાશે.
આ પણ વાંચો: હત્યા કર્યા બાદ યશશ્રીના પ્રાઈવેટ પાર્ટને કચડી, લાશ કૂતરાઓને ધરી, ઘૃણાસ્પદ કૃત્ય