અમદાવાદથી શરૂ થતી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરાયો
- 31 માર્ચથી વિવિધ ટ્રેનો હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે
- ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો
- આગામી સમયમાં મુંબઇ તરફની કેટલીક ટ્રેનો મણિનગર રેલવે સ્ટેશનથી ઉપાડવામાં આવશે
અમદાવાદથી શરૂ થતી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરાયો છે. જેમાં અમદાવાદથી ઉપડતી પાંચ ટ્રેનો સાબરમતી અને ગાંધીનગરથી ઉપડશે. અમદાવાદ રેલવે સ્ટેશનની વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ ગરમીનો પારો ઓછો થયો, તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું
ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો
અમદાવાદ સ્ટેશન પર ઓછી ભીડ તેમજ ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ રેલવે સ્ટેશનની વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદથી ઉપડનારી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો, નિવેદનનો પડઘો હવે આણંદમાં પણ પડયો
કર્ણાવતી સહિતની ટ્રેનોનો પણ સમાવેશ કરાશે
31 માર્ચથી વિવિધ ટ્રેનો હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. જેમાં અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તા. એક્સ., અમદાવાદ-લખનઉ સાપ્તા. એક્સ. અને અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સ.ને સાબરમતી સ્ટેશનથી દોડાવાનો નિર્ણય કરાયો છે. જ્યારે અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સ. અને અમદાવાદ-જમ્મુતવી એક્સ.ને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી દોડાવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં ગાંધીનગરથી દોડનારી અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સ.ને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનો સ્ટોપેજ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. આ સાથે આવનારા દિવસોમાં મુંબઇ તરફની કેટલીક ટ્રેનો મણિનગર રેલવે સ્ટેશનથી ઉપાડવામાં આવશે તેવું રેલવેના સૂત્રોથી જાણવા મળ્યુ છે. જેમાં કર્ણાવતી સહિતની ટ્રેનોનો પણ સમાવેશ કરાશે.