રાજ્યમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે આજે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વેજલપુર, સરખેજ, પ્રહલાદનગર, એસ.જી હાઇવે સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડયો છે.
હવામાનની આગાહિ ક્યાંક વાદળ છાયું તો ક્યાંક ગરમી
બેવડી ઋતુના માહોલ વચ્ચે આજે વહેલી સવારે અમદાવાદમાં વરસાદ વરસ્યો, ત્રણ દિવસ સતત વરસાદની આગાહિ તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતવરણ વચ્ચે વરસાદિ ઝાપટા પણ પડી શકે છે. ગાંધીનગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો આણંદમાં પણ વાદળછાયુ વાતવરણ જોવા મળશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ દિવસ દરમિયાન 62 ટકા ભેજવાળુ હવામાન જોવા મળશે.
ત્રણ દિવસ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. 7 અને 8 ઓક્ટો.એ દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે તેના લીધે વરસાદની સંભાવના છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ રહેશે.
મધ્ય ગુજરાતમાં વધી શકે છે ગરમીનો પારો
મધ્ય ગુજરાતમાં મહેસાણામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 રહેશે.તેમજ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ થોડુ વધશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ શહેરમાં ગરમીનો પારો વધશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ શહેરીજનોને બફારાનો અનુભવ થશે.
શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહશે
નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન શહેરીજનોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે, તેમજ વાદળછાયા વાતાવણનો અનુભવ થશે. પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 36 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન 70 ટકા ભેજવાળુ હવામાનનો અનુભવ થશે.
આ પણ વાંચો : આજથી મેટ્રોનો ઉત્તર-દક્ષિણ કોરિડોર થશે શરુ : વેજલપુર APMC થી મોટેરા રુટ વચ્ચે સેવા શરુ કરાશે