આગ્રામાં ફૂટવેરના ત્રણ વેપારીના ત્યાં આઇટી દરોડાના તાર ગુજરાત સુધી પહોંચ્યા
- રિટેઇલરો સીધા આગ્રા જઇને ઓર્ડર આપીને ખરીદી કરી રહ્યા છે
- અમદાવાદના ઉપરાંત રાજકોટ-વડોદરાના હોલસેલરોના નામ ખૂલ્યા
- હાલ 60 કરોડની રોકડ પકડાઇ છે પણ હજુ તપાસ શરૂ છે
આગ્રામાં ફૂટવેરના ત્રણ વેપારીના ત્યાં આઇટી દરોડાના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. જેમાં આગ્રાથી સીધી ખરીદી કરતા અમદાવાદના સારંગપુર ઉપરાંત રાજકોટ-વડોદરાના હોલસેલરોના નામ ખૂલ્યા છે. તેમાં હોલસેલરો અને રિટેઇલરોના ઇનવોયસ , ટ્રાન્સપોર્ટ લોરી રિસિપ્ટ આઇટીને મળી છે. તેમજ હજુ વધુ રોકડ મળે તેવી શક્યતા છે.
રિટેઇલરો સીધા આગ્રા જઇને ઓર્ડર આપીને ખરીદી કરી રહ્યા છે
માત્ર અમદાવાદના 100માંથી 65 જેટલા હોલસેલરો ચેક અને કેશથી ટાન્સઝેકશન કરી રહ્યા છે. આગ્રામાં આવકવેરાના અધિકારીઓએ ફૂટવેરના ત્રણ મોટા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી કરતા માત્રા ગુજરાત જ નહિ દેશના ફૂટવેરના મોટા હોલસલેરોને વર્ષે દહાડે કેટલો માલ ટન્સપોર્ટ મારફત સપ્લાય કરાયો તેની વિગતો મેળવી છે. ગુજરાતમાં અમદાવાદ,રાજકોટ અને વડોદરાના હોલસેલર અને રિટેઇલરોના ઇનવોયલસના આધારે વેલ્યુએશન શરૂ કરાયુ છે જેનો આંકડો 300થી 400 કરોડનો અંદાજવામા આવી રહ્યો છે.માત્ર અમદાવાદના 100માંથી 65 જેટલા હોલસેલરો ચેક અને કેશથી ટાન્સઝેકશન કરી રહ્યા છે.હોલસેલરો પોસથી માલ લેવાના કારણે માર્કેટ પ્રાઇઝ ઉંચી રહેતી હોવાથી રિટેઇલરો સીધા આગ્રા જઇને ઓર્ડર આપીને ખરીદી કરી રહ્યા છે.
હોલસેલરો અને રિટેઇલરોની અલગ યાદી બનાવીને હિસાબી ચોપડા સાથે આઇટી ઓફિસ બોલાવવાનુ શરૂ કરી દીધુ
આવકવેરા વિભાગે ગુજરાતના હોલસેલરો અને રિટેઇલરોની અલગ યાદી બનાવીને હિસાબી ચોપડા સાથે આઇટી ઓફિસ બોલાવવાનુ શરૂ કરી દીધુ છે. હોલસેલ વેપારીઓને આપવામા આવેલા માલ અને તેની સામે કેટલા ચૂકવણા કરાયા તેનુ ક્રોસ વેરિફ્કેશન કરાશે ત્યાર બાદ ગુજરાતના વેપારીઓએ કેટલો જીએસટી અને ઇન્કમટેકસની ચોરી કરી છે તેનુ આખુ કૌભાડ બહાર આવી જશે. આગ્રા દેશનુ સૌથી મોટુ ફૂટવેરનુ હબ છે અને મોટાભાગે લેધરના ફૂટવેરની ડિમાન્ડ વધારે હોવાથી હોલસેલરો અને રિટેઇલરો આગ્રા જાય છે. ટન્સપોર્ટ લોરી રિસીપ્ટ પણ આઇટીએ જપ્ત કરી છે. ફૂટવેરના વેચાણના દસ્તાવેજો ડીજીટલ ડિવાઇઝમાં સ્ટોર કરાયા છે. હાલ 60 કરોડની રોકડ પકડાઇ છે પણ હજુ 25થી 30 કરોડ અન્ય સ્થળેથી પકડાય તેવી આઇટીના ટોચના સૂત્રોએ માહિતી આપી છે.