- આવકવેરા વિભાગે ચકાસણી કરવાનો પ્રયાસ હાથ ધર્યો
- વિગતો જાહેર નહીં કરનારને વાર્ષિક રૂ. 10 લાખનો દંડ
- વ્યક્તિ વર્ષમાં વધુમાં વધુ 25,0000 ડોલર ટ્રાન્સફર કરી શકે છે
બાળકોના નામે બેંક ખાતાં ખોલનાર માતા- પિતા દ્વારા વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોય તે સગીરોને પણ આવકવેરા આઇટી વિભાગ નોટિસ મળી છે. વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરનાર માતા- પિતાએ તેના ઈન્કમટેક્ષ રિટર્નમાં વિદેશી બેંક ખાતાંની વિગતો અથવા અન્ય મિલકતો- અસ્ક્યામતો યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે કે નહીં, તે બાબતે આવકવેરા અધિકારીઓ ચકાસણી કરવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: સ્માર્ટફોનથી છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ. 815 કરોડ ગુમાવ્યા
આવકવેરા વિભાગે ચકાસણી કરવાનો પ્રયાસ હાથ ધર્યો
વિદેશમાં નાણાં મોકલવામાં આવે છે, ત્યારે બેંક રેકોર્ડ સગીરના PAN સાથે વ્યવહારને લિંક કરે છે અને કાયદાકીય વાલીના PAN સાથે નહીં. ગત વર્ષે વધુ નેટવર્થ વ્યક્તિઓને ટેક્સ રિટર્નમાં તેમની વિદેશી સંપત્તિની વિગતો નહીં દર્શાવવા બદલ નોટિસ મળી હોવાનું જાણવા મળે છે. પોતાની એટલેકે સ્વતંત્ર આવક નહીં ધરાવતા અને PAN હેઠળ IT રિટર્ન ફઈલ નહીં કરનારા સગીરોને ઈન્કમટેક્ષ વિભાગની નોટિસો આપવામાં આવી છે. હવે આવા સગીરોના માતા- પિતાના IT રિટર્નમાં વિદેશી બેંક ખાતાઓ અથવા અન્ય સંપત્તિની માહિતી અને વિગતો યોગ્ય રીતે જાહેર કરવામાં આવી હતી કે નહીં, તે અંગે આવકવેરા વિભાગે ચકાસણી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચો: ઓખાના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા
વિગતો જાહેર નહીં કરનારને વાર્ષિક રૂ. 10 લાખનો દંડ
વિદેશી અસ્ક્યામતો- મિલકતની વિગતો જાહેર નહીં કરનારને વાર્ષિક રૂ. 10 લાખનો દંડ થઈ શકે છે. જો ઈન્કમટેક્ષ વિભાગને એવી ખાતરી થાય કે એસેસી દ્વારા જેન્યુઈન ભૂલથી મિલકત દર્શાવવામાં આવી નથી, તેવી ઈન્કમટેક્ષ વિભાગને ખાતરી થાય તો દંડ લાદી ન શકે. જો કે, આવા કિસ્સાઓમાં સંબંધિત માતાપિતાએ બતાવવું પડશે કે યોગ્ય બેંકિંગ ચેનલો દ્વારા તેમના બાળકોના લોકલ સંયુક્ત બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબીના પત્તા ખુલ્યા
વ્યક્તિ વર્ષમાં વધુમાં વધુ 250,000 ડોલર ટ્રાન્સફર કરી શકે છે
રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ બેંક ખાતાઓ ચલાવવા અને વિદેશમાં મિલકતો અથવા શેર- સ્ટોક મેળવવા માટે વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરતી ઘણી વ્યક્તિઓ બેંક ખાતાનો ઉપયોગ કરે છે. નિયમનકારી પ્રતિબંધને દૂર કરવા માટે, ઓછી વયના બાળકો- સગીરોના સહિત પરિવારના સભ્યોના બેંક ખાતાંનો ઉપયોગ પણ કરાતો હોય છે. LRS હેઠળ એક નિવાસી વ્યક્તિ વર્ષમાં વધુમાં વધુ 25,0000 ડોલર ટ્રાન્સફર કરી શકે છે. આ હેતુસર પરિવારના એક કરતાં વધુ બેંક ખાતામાંથી નાણાં એકત્રિત કરવામાં આવે છે. વિદેશમાં ખોલવામાં આવેલા બેંક ખાતાઓને લગતી માહિતી એક્સચેન્જ ઓફ્ ઇન્ફેર્મેશન એગ્રીમેન્ટ્સ દ્વારા પ્રાપ્ત થઈ હતી કે જેના પર ભારતે વિવિધ દેશો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નોટિસ ટેક્સ વિભાગના ફેરેન એસેટ્સ ઈન્વેસ્ટિગેશન યુનિટ (FAIU) દ્વારા મોકલવામાં આવી હતી.