ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ 8 હજાર કરદાતાઓને ITની નોટિસ

  • ટ્રસ્ટોને મોટું દાન આપનાર કરદાતાઓને નોટિસ
  • આવકની સરખામણીએ દાન અપ્રમાણસર હોવાનું ખુલ્યું
  • ટ્રસ્ટોમાં મોટા પ્રમાણમાં દાન આપી કરચોરી કરી હોવાની શંકા

રાજકોટમાં 8 હજાર કરદાતાઓને IT ની નોટિસ આવી છે. જેમાં ટ્રસ્ટોને મોટું દાન આપનાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમાં આવકની સરખામણીએ દાન અપ્રમાણસર હોવાનું ખુલ્યું છે. તથા ટ્રસ્ટોમાં મોટા પ્રમાણમાં દાન આપી કરચોરી કરી હોવાની શંકા છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ 1,000 કરોડની કમાણી કરશે

કરદાતાઓની આવક- ખર્ચની વિગતોમાં તફાવતને પગલે ITની ધોંસ

તમામ વિગતો પૂરી પાડવા ટ્રસ્ટોને ITની સૂચના છે. તથા ટેક્ષથી બચવા દાન અપાતું હોવાનું ધ્યાને આવતા નોટિસ આપવામાં આવી છે. અગાઉ પણ પક્ષને દાન આપનારાને નોટિસ અપાઈ હતી. જેમાં ત્રણ વર્ષમાં ટ્રસ્ટોને જંગી ડોનેશન આપનાર 8,000 કરદાતાઓને ઈન્કમટેક્સની નોટિસ અપાઇ છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે આવશે ગુજરાત, પુત્રની તબિયત હાલ સુધારા પર 

આગામી દિવસોમાં વધુ કરદાતા, ટ્રસ્ટોને પણ નોટિસ અપાવાની શક્યતા

ઈન્કમટેકસ વિભાગ દ્વારા 2,017થી 2,021ના સમયગાળા દરમિયાન ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપનાર લગભગ 8,000 કરદાતાઓને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપનાર મોટાભાગે પગારદાર કરદાતાઓના વિગતોનો ડેટા એનાલિસીસ કરવામાં આવતાં તેમના ખર્ચ અને આવકને ધ્યાનમાં લેતાં આ કરદાતાઓએ અપ્રમાણસર ડોનેશન આપ્યું હોવાની શંકાને આધારે કરચોરીની શક્યતાને પગલે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. અને તે અંગે સુપરત કરાયેલી વિગતો સ્પષ્ટ ન હોવાને કારણે કેટલાંક ચેરિટેબલ ટ્રસ્ટોને પણ નોટિસ આપીને માહિતી મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં વધુ કરદાતાઓ અને ટ્રસ્ટોને નોટિસ આપવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ઉમેદવારદીઠ રૂ.254ની ચુકવણીમાં ગરબડ

ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપીને કરમુક્તિના લાભ મેળવતા

સૂત્રોના જણાવ્યાનુસાર, 2017થી 2021ના સમયગાળા દરમિયાન ચેરિટેબલ ટ્રસ્ટોને ડોનેશન આપીને કરમુક્તિના લાભ મેળવવા અથવા ટેક્સ સ્લેબ ઘટાડવા માટે રોકડ સ્વરૂપે ડોનેશન ચૂકવવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. કેટલાંક પગારદાર કરદાતાઓએ જંગી ડોનેશન આપ્યું હોવાનું ચેરિટેબલ ટ્રસ્ટોએ સુપરત કરેલા I.T. રિટર્ન અને પૂરક માહિતીમાં જોવા મળતાં ઈન્કમેક્સ વિભાગે 8,000 જેટલા કરદાતાઓને નોટિસ આપી છે. આ કરદાતાઓની ખર્ચ અને આવકની મેળવણી કરતાં તેમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં I.T. વિભાગ દ્વારા વધુ પગારદાર કરદાતાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટોને પણ નોટિસ આપવામાં આવે તેવી શક્યતા છે.

Back to top button