આટલો સસ્તો આઈફોન ના હોય પણ વાત સાચી છે આ મોડલ પર મળી રહ્યું છે બંપર ડીસ્કાઉન્ટ
- આઈફોન જુના મોડલ પર બંપર ડીસ્કાઉન્ટ
- ફ્લિપકાર્ટ આપી રહી છે જોરદાર ઓફર
- માત્ર 6000 મેળવી શકો છો આઇફોન
HDNEWS, 17એપ્રિલ: જો તમે ઘણા દિવસોથી આઈફોન લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે ખુશીના સમાચાર છે. આઈફોન તો લેવો છે પણ બજેટ જોઈને અચકાય જનારા લોકો હવે ચિંતા ના કરશો. કારણ કે આઈફોન લેવાની તમારી ઈચ્છા આ સમાચાર સાંભળ્ચા પુછી પુરી થશે. હાલમાં આઈફોન્સના આ મોડલ પર બંપર ડીસ્કાઉન્ટ મળી રહ્યું છે. 2023માં એપલે આઈફોન 15 સીરીઝ લોન્ચ કરી હતી. હવે કંપની આ વર્ષે 16ની સીરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેના કારણે આઈફોનના જુના મોડલના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. જેનાથી આઈફોન ખરીદવામાં મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. આ મોકાનો ફાયદો ઉઠાવીને તમે પણ આઈફોન યુઝર બની શકો છો.
માત્ર 6 હજાર રુપિયામાં આ મોડલ
ઈ-કોમર્સ વેબસાઈટ ફિલ્પકાર્ટ આ સમયે આઈફોન 12 મોડલ પર બંપર ડીસ્કાઉન્ટ આપી રહી છે. તો તમે પણ ફ્લિપકાર્ટમાંથી માત્ર 6 હજાર રુપિયામાં આઈફોન 12 ખરીદી શકો છો. આ સમાચાર સાંભળીને તમે ના પાડશો કે આટલા સસ્તામાં તો ના મળે પણ તમે પણ માત્ર 6 હજાર રુપિયામાં આઈફોન 12 ખરીદી શકો છો. ચાલો તમને ફ્લિપકાર્ટની આ ધમાકેદાર ઓફરને ડીટેલમાં જણાવીએ. ફ્લિપકાર્ટમાં આ સમયે આઈફોન 12નો 64જીબીનો બેઝ વેરિયન્ટ 49,000રુપિયામાં લિસ્ટેડ છે. જોકે કંપની આ મોડલ પર ગ્રાહકોને 15 ટકાની બંપર ડીસ્કાઉન્ટ આપી રહી છે. હવે ફ્લેટ ડીસ્કાઉન્ટ પછી તમે માત્ર 41,999 રુપિયામાં ખરીદી શકો છો. આ ઓફરની સાથે તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનના બજેટમાં પ્રિમીયમ આઈફોન ખરીદી શકો છો.
ઝડપી લો આ તક
ફિલ્પકાર્ટ પોતાના ગ્રાહકોમાટે આઈફોન 12 પર એક્સચેંન્જ ઓફર પણ લાવ્યું છે. જો તમે આઈફોન 12 ખરીદો છો અને પોતાના જુના એન્ડ્રોઈડ ફોન એક્સચેંજ કરાવો છો તો તમને 36000 રુપિયા સુધીની ઓફર મળી શકે છે. જો તમને આ એક્સચેન્જ ઓફરની પુરી વેલ્યુ મળે છે તો આઈફોન 12 માટે તમારે માત્ર 6000 રુપિયામાં ખરીદી શકો છો. તમને એક્સચેન્જ વેલ્યુની ઓફર તમારા એન્ડ્રોઈડ ફોનની કન્ડીશન પ્રમાણે મળશે.
આઈફોન 12ના ફિચર્સ
આ મોડલ એપલે 2020માં લોન્ચ કર્યુ હતું. જેમાં કંપનીએ 6.1ની સુપર રેટિના ડિસ્પ્લે, સેરેમિક શીલ્ડ ગ્લાસનું પ્રોટેક્શન,A14 બાયોનિક ચિપસેટ, 4જીબી સુધીની રેમ અને 256જીબીની સ્ટોરેજ આપ્યું હતું. કેમેરાની વાત કરીએ તો તેમેાં 12+12 એમપીના બે કેમેરા સેંસર સાથે આપ્યા હતા. જ્યારે 12એમપીનો ફ્રન્ટ કેમેરા આપ્યો હતો.2815એમએએચની બેટરીની સાથે સપોર્ટમાં 12 વોટનું વાયર સાથે જ્યારે 15 વોટનું વાયરલેસ ચાર્જિંગ પણ આપ્યું હતું.
આ પણ વાંચો: ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી નકલી LIVE વીડિયો કોલ કર્યો અને 207 કરોડની કરી છેતરપિંડી