ઘરના મંદિર સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો જાણવા ખૂબ જરૂરી છે
- ઘરમાં સકારાત્મક ઊર્જાના સંચાર અને દેવીદેવતાઓની કૃપા મેળવવા માટે નિયમિત પૂજા-અર્ચના સાથે મંદિર સાથે જોડાયેલા વાસ્તુના નિયમોનું પાલન કરવું પણ છે ખૂબ જરૂરી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિર સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મંદિર સાથે જોડાયેલા વાસ્તુના કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખીને આપણે ઘરની સકારાત્મક ઊર્જાને વધારી શકીએ છીએ. ઘરમાં યોગ્ય જગ્યા અને દિશામાં મંદિરનું નિર્માણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાલી આવે છે. પરિવારના તમામ સભ્યો ખુશ અને સ્વસ્થ રહે છે. જાણો ઘરના મંદિર સાથે જોડાયેલા કેટલાક વાસ્તુ નિયમો.
મંદિરનું વાસ્તુ
ઘરના મંદિરનું નિર્માણ કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ઉત્તર-પૂર્વ દિશા કે ઇશાન ખુણામાં બનાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
પૂજા કરતી વખતે રાખો દિશાનું ધ્યાન
વાસ્તુ મુજબ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ માટે પૂજા કરતી વખતે મુખ હંમેશા પૂર્વ દિશા તરફ રાખવું જોઇએ. પશ્વિમ દિશા તરફ મોં રાખીને પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. માન્યતા છે કે દક્ષિણ દિશા તરફ મોં રાખીને પૂજા ન કરવી જોઇએ. તેનાથી અશુભ ફળ મળી શકે છે.
આ જગ્યાઓ પર મંદિર ન બનાવો
વાસ્તુ અનુસાર ઘરના મુખ્યદ્વારની સામે, શૌચાલય પાસે અને સીડીઓ નીચે ક્યારેય પણ મંદિર ન બનાવવું જોઇએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તેનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે.
દેવી-દેવતાઓની મૂર્તિ
વાસ્તુ અનુસાર દેવી-દેવતાઓની મૂર્તિને ક્યારેય જમીન પર ન રાખવી જોઇએ. સાથે કોઇ પણ દેવી-દેવતાની પ્રતિમા બહુ મોટી ન હોવી જોઇએ. 7 ઇંચ લાંબી મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે. મંદિરમાં ખંડિત મૂર્તિ પણ ન રાખો.
મંદિરમાં રાખો આ વસ્તુઓ
ઘરના મંદિરમાં મોરપીંછ, ગંગાજળ, શાલિગ્રામ, શંખ, ઘંટી, સિલ્વર કે પિત્તળની પૂજાની થાળી રાખવી અત્યંત શુભ માનવામાં આવે છે. મંદિરની નિયમિત સફાઇ કરો અને મંદિરના વાસણોને પણ સાફ રાખો.
આ પણ વાંચોઃ ગરબાના આયોજકો માટે સરકારે શું ગાઇડલાઈન આપી?