ટ્રેન્ડિંગનેશનલ

પતિ અન્ય મહિલા સાથે રહે તે ક્રુરતા નહીંઃ દિલ્હી હાઇકોર્ટે કેમ આપ્યો આ ચુકાદો?

  • પત્ની કે પતિ માટે કાયદા પ્રમાણે બીજા પાર્ટનર સાથે રહેવું યોગ્ય નથી
  • દિલ્હી હાઈકોર્ટે પતિને યોગ્ય ઠેરવ્યો અને તેને પત્ની સામેની ક્રૂરતા ગણાવી નહીં

સામાન્ય રીતે કોઈ પણ લગ્નજીવનમાં તણાવ હોય ત્યારે પત્ની કે પતિ માટે કાયદા પ્રમાણે બીજા પાર્ટનર સાથે રહેવું યોગ્ય માનવામાં આવતું નથી,પરંતુ આવા જ એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પતિને યોગ્ય ઠેરવ્યો અને તેને પત્ની સામેની ક્રૂરતા ગણાવી નહીં. જો કે કોર્ટે માનવીય પાસાને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય આપ્યો છે. આઈપીસીની કલમ 494 હેઠળ, હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ, કોઈ પણ પુરુષ કે સ્ત્રીના તેના પાર્ટનર સાથે છૂટાછેડા ન થયા હોય તો બીજા લગ્ન કરવા એ ગુનો છે. ભલે અન્ય પાર્ટનર તેની પરવાનગી આપે તો પણ આપણા કાયદામાં તે ગેરકાયદે છે.

શું છે મામલો?

એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે તેનો પતિ અન્ય મહિલા સાથે રહે છે. મહિલાના લગ્ન 2003માં થયા હતા પરંતુ બંને 2005માં અલગ રહેવા લાગ્યા હતા. તે જ સમયે, પતિએ આરોપ લગાવ્યો હતો કે પત્ની તેની સાથે ક્રૂર વર્તન કરતી હતી અને તેના ભાઈ અને સંબંધીઓએ તેને માર માર્યો હતો.

કેસ દાખલ કરનાર પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના પરિવારે તેમના લગ્નનું આયોજન ભવ્ય રીતે કર્યું હતું. તેમ છતાં પતિએ તેના પરિવાર પાસેથી ઘણી માંગણીઓ કરી હતી. તેણે આરોપમાં એમ પણ કહ્યું હતું કે તેના સાસુએ તેને કેટલીક દવાઓ આપી હતી કે એક છોકરો જન્મશે, પરંતુ તેમનો હેતુ તેનો ગર્ભપાત કરવાનો હતો. જોકે આ દંપતીને બે પુત્રો છે.

પતિ અન્ય મહિલા સાથે રહે તે ક્રુરતા નહીંઃ દિલ્હી હાઇકોર્ટનો આશ્વર્યજનક ચુકાદો hum dekhenge news

કોર્ટે આવો નિર્ણય કેમ આપ્યો?

કેસની સુનાવણી દરમિયાન એ હકીકત સામે આવી કે બંને ઘણા વર્ષોથી અલગ રહેતા હતા. આ સમય દરમિયાન પતિ બીજી મહિલા સાથે રહેવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ દંપતી લાંબા સમય સુધી એકબીજા સાથે નથી રહેતું અને તેઓ ફરી સાથે રહે તેવી કોઇ જ શક્યતા નથી તો આવા સંજોગો વચ્ચે જો પતિને બીજી સ્ત્રી સાથે રહીને શાંતિ મળે છે તો તેને ક્રૂરતા ન કહી શકાય.

કોર્ટે ચુકાદો આપ્યો, જો તે સ્વીકારવામાં આવે કે છૂટાછેડાની અરજી પેન્ડિંગ દરમિયાન પ્રતિવાદી-પતિએ બીજી સ્ત્રી સાથે રહેવાનું શરૂ કર્યું છે અને તેને બે પુત્રો છે, તો પણ આ ચોક્કસ સંજોગોમાં ક્રૂરતા કહી શકાય નહીં. 2005 થી આ કપલ સાથે રહેતુ નથી અને છુટા પડ્યાના આટલા વર્ષો પછી સાથે રહે તેવી કોઇ સંભાવના નથી તો કોઇ અન્ય મહિલા સાથે રહેવાની વાત ક્રુરતાની શ્રેણીમાં ન રાખી શકાય.

કોર્ટે મહિલાને ક્રૂર ગણાવી હતી

સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે પત્નીએ દાવો કર્યો હતો કે તેની સાથે દહેજ માટે ઉત્પીડન અને ક્રૂરતા આચરવામાં આવી હતી, જોકે તે પોતાનો દાવો સાબિત કરી શકી નથી અને તે જ ક્રુરતા છે.

આ પણ વાંચોઃ ‘જવાન’ માત્ર 8 દિવસમાં 700 કરોડની નજીક પહોંચી, આજે પઠાણ-ગદર 2નો રેકોર્ડ તોડશે!

Back to top button