ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જનસંખ્યા વિસ્ફોટને કોઈ પણ ધર્મ સાથે જોડવું યોગ્ય નથી, આ દેશની સમસ્યા છેઃ નકવી

Text To Speech

દેશમાં વધતી વસ્તીને લઈને નિવેદનબાજી વધુ તેજ થઈ ગઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે વધતી વસ્તીને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે. અને સમસ્યા તે આખા દેશ માટે સમસ્યા છે. તેમના આ નિવેદનને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, હાલમાં જ તેમને કહ્યું હતું કે એક વર્ગની વધતી વસ્તી ચિંતાનો વિષય છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ દેશમાં વધતી જતી વસ્તી પર નિવેદન કરીને કહ્યું છે કે ભારતની વસ્તી ચીનની વસ્તી કરતા વધુ થવા જઈ રહી છે. તો સાથે જ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે જંગી વસ્તી વિસ્ફોટ એ કોઈ ધર્મ નથી, દેશની સમસ્યા છે, તેને જાતિ, ધર્મ સાથે જોડવી યોગ્ય નથી.

CM યોગીએ શું કહ્યું હતું?
વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વસ્તી નિયંત્રણ માટે અસરકારક પ્રયાસો કરતી વખતે આપણે તે વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વસ્તી વિષયક અસંતુલન ઊભું ન થાય. લખનઉમાં વિશ્વ વસ્તી દિવસના અવસર પર ‘વસ્તી સ્થિરતા પખવાડા’ શરૂ કરતી વખતે યોગીએ કહ્યું, “જ્યારે આપણે કુટુંબ નિયોજન/વસ્તી સ્થિરીકરણની વાત કરીએ છીએ, ત્યારે આપણે તે ધ્યાનમાં રાખવી પડશે કે વસ્તી નિયંત્રણ કાર્યક્રમો સફળતાપૂર્વક આગળ વધે પરંતુ વસ્તી વિષયક અસંતુલનની સ્થિતિ પણ ઊભી થવી જોઈએ નહીં.

તેમને કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષથી વસ્તી સ્થિરીકરણને લઈને દેશભરમાં જન જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ચોક્કસ સ્કેલ પર વસ્તી એ પણ સમાજની સિદ્ધિ છે, પરંતુ આ સિદ્ધિ ત્યારે જ છે જ્યારે સમાજ આરોગ્ય અને સુખાકારીની સ્થિતિ પ્રાપ્ત કરી શકે.”

વધતી વસ્તી પર સંયુક્ત રાષ્ટ્ર
સોમવારે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2022ના મધ્ય સુધીમાં વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે. અત્યારે ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આવતા વર્ષે ભારત તેનાથી આગળ નીકળી જશે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2023 સુધીમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે. સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિભાગના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2022’ નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બર, 2022 સુધીમાં વૈશ્વિક વસ્તી આઠ અબજના આંકડા સુધી પહોંચી જશે.

Back to top button