ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મસ્જિદમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા ગુનો નથી: કર્ણાટક હાઈકોર્ટે કેમ આવું કહ્યું? જાણો

  • કર્ણાટક હાઈકોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધો

બેંગલુરુ, 16 ઓકટોબર: કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ના કથિત નારા લગાવવાના મામલામાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હકીકતમાં, કોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, મસ્જિદમાં જય શ્રી રામના નારા લગાવવા બિલકુલ ખોટું નથી.

 

ધાર્મિક લાગણી દુભાય નહીં

આરોપીઓની અપીલ અરજી પર વિચાર કરીને આદેશ પસાર કરતી વખતે, જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની સિંગલ બેંચે કહ્યું કે ‘જય શ્રી રામ’ના નારા લગાવવાથી કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચશે તે સમજની બહાર છે. મસ્જિદમાં કથિત રીતે ‘જય શ્રી રામ’ના નારા લગાવવા બદલ આરોપીઓ પર IPCની કલમ 295A હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

આરોપી પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 447 (ગુનાહિત ઉપદ્રવ), 505 (સાર્વજનિક ઉપદ્રવ માટે નિવેદન આપવું), 506 (ગુનાહિત ધમકી), 34 (સામાન્ય હેતુ) અને 295A (ધાર્મિક લાગણીઓને ભડકાવવી) હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણી

  • બેંચે કહ્યું કે, આ કેસમાં ફરિયાદીએ પોતે કહ્યું છે કે સંબંધિત વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો સુમેળથી રહે છે.
  • બેંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે.
  • સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને બેંચે કહ્યું કે, કોઈપણ અને દરેક કૃત્ય IPCની કલમ 295A હેઠળ ગુનો ગણાશે નહીં.

પોલીસે આ આક્ષેપો કર્યા હતા

કર્ણાટક પોલીસે આરોપ લગાવ્યો હતો કે, આરોપી વ્યક્તિ 24 સપ્ટેમ્બર, 2023ના રોજ રાત્રે મસ્જિદમાં ઘૂસ્યો હતો અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેના પર ધમકીઓ આપવાનો પણ આરોપ હતો. જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે આરોપીને અજાણ્યા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો હતો અને બાદમાં આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

જો કે, આરોપોને પડકારતા, આરોપીએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી અને આ સંબંધમાં તેમની સામેનો કેસ રદ્દ કરવામાં આવ્યો. ખંડપીઠે એમ પણ કહ્યું કે, ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે કે આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો સુમેળથી રહે છે.

આ પણ જૂઓ: બાબા સિદ્દિકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ કનેક્શન બાદ કચ્છમાં પોલીસ સતર્ક થઇ

Back to top button