ગુજરાતટ્રાવેલદિવાળી

પાવાગઢ મંદિરના દર્શન પર જતા પહેલા આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી

Text To Speech

તહેવારોની મોસમ શરૂ થઇ ગઇ છે. જેમાં દિવાળી વેકેશન શરૂ થઇ ગયુ છે. ત્યારે લોકો ફરવા માટે નિકળી પડ્યા છે. જેમાં ગુજરાતમાં લોકો ધાર્મિક સ્થળોએ ખાસ જતા હોય છે. તેવામાં પાવાગઢ મંદિરના દર્શન પર જતા પહેલા આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે. જેમાં જાહેર જનતા માટે એક દિવસ મંદિર બંધ કરવામાં આવ્યું છે. તેમાં 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણનો યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

આ પણ વાંચો: કોંગ્રેસના આ પ્લાને ભાજપના દિગ્ગ્જ નેતાઓને ચકરાવે ચઢાવ્યા

સાંજના 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ

દિવાળીની રજાઓ પડતા જ લોકો હિલ સ્ટેશને ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે. ત્યારે હિન્દુ ધર્મના મહાપર્વ દિવાળીનો અને નવા વર્ષના તહેવાર નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. તેવામાં દિવાળીના દિવસે મા પાવાવાળીના દર્શન કરવા લાખો ભક્તો પાવાગઢ જતા હોય છે. પરંતુ આ વર્ષે સૂર્યગ્રહણનો સંયોગના કારણે મંદિર 24 તારીખના મઘ્ય રાત્રિથી લઈ 25 તારીખના સાંજના 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના આ આદિવાસીના ઘરે ઉર્જા મંત્રીએ રૂબરુ જઇ લાઈટ પહોંચાડી, જાણો શું છે કારણ

મહાકાળી માતાના દર્શન રોજિંદા મુજબ શરૂ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દીવાળી તહેવાર નિમિત્તે દર્શનાર્થે આવવા માંગતા લોકોએ પોતાના પ્લાનમાં ચેન્જીસ કરવા પડશે. કારણ કે દિવાળીના દિવસની મધ્ય રાત્રીથી નવા વર્ષની સાંજ સુધી યાત્રાધામ પાવાગઢનો મુખ્ય નીજ દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેવાનો છે. તારીખ 25ની સાંજે 6:45 મિનિટ બાદ 7:00 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે.

આરતી કર્યા પછી મહાકાળી માતાના મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકાશે .તેમજ તારીખ 26 10 2022 થી નિયમિત પણે મંદિરના નીતિ નિયમો અનુસાર મહાકાળી માતાના દર્શન રોજિંદા મુજબ શરૂ રહેશે.

Back to top button