ગુજરાતટોપ ન્યૂઝ

ડ્રગ્સ પકડાયું ને પકડયું એ બંને વચ્ચે ભેદ સમજવો જરૂરી : હર્ષ સંઘવી

Text To Speech

ગુજરાત પોલીસે દોઢ વર્ષમાં 5,338 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં ડ્રગ્સ માટે ગુજરાતનો દરવાજો છેલ્લા 6-7 વર્ષથી ખૂલ્યો છે તેમ વિપક્ષે આક્ષેપ કર્યા છે. તેમજ તાજેતરમાં જ દરિયા કિનારેથી કરોડોનું હેરોઈન પકડાયું છે.

આ પણ વાંચો: દેશની કુલ નિકાસમાં ૩૩ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને: ઉદ્યોગ મંત્રી

વિપક્ષે ડ્રગ્સના આંકડામાં ગોલમાલ હોવાની શંકા ઊભી કરી

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે, ઓખા, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયામાંથી હેરોઈન ગુજરાતમાં ઠલવાતું હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તાજેતરમાં જ દરિયા કિનારેથી કરોડોનું હેરોઈન પકડાયું છે, ડ્રગ્સનો ઠલવાતો જથ્થો રોકવા સરકારના એક્શન અંગે જાહેર અગત્યની બાબત પર નિયમ-116 મુજબ ગૃહમાં ચર્ચા કરાઈ હતી, વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થવાની તૈયારી છે ત્યાં પહેલી વાર જાહેર અગત્યના મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષે ડ્રગ્સના આંકડામાં ગોલમાલ હોવાની શંકા ઊભી કરી હતી.

આ પણ વાંચો: ગ્રાહક કોર્ટનો મોટો ચુકાદો: મેડિક્લેમની રકમ મેળવવા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

21 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું હતું તો રાજ્ય સરકાર 2,168 કરોડ કઈ રીતે બતાવે

એનઆઈએએ 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું હતું તો રાજ્ય સરકાર 2,168 કરોડ કઈ રીતે બતાવે છે? આ બાબતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત પોલીસે ઓગસ્ટ 2021થી ફેબ્રુઆરી 2023 સુધીના અરસામાં એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં રૂ.5,338 કરોડનો એક હજાર કિલો ડ્રગ્સનો જથ્થો પકડયો છે. એનઆઈએ કે અન્ય સેન્ટ્રલ એજન્સીએ જથ્થો પકડયો હોય તે આંકડા આમાં સામેલ નથી. વિપક્ષે પહેલાં તો ડ્રગ્સ પકડાયું અને ડ્રગ્સ પકડયું આ બંને વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

પંજાબ અને બંગાળમાં ઘૂસીને પણ ડ્રગ્સ પકડવાનું હિંમતભર્યું કામ કર્યું

ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય સીમાઓ પર વોચ રાખી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડયું છે. ગુજરાત પોલીસે અદાણી પોર્ટ જ નહિ પણ કલકત્તાના પોર્ટ ઉપરાંત પંજાબ અને બંગાળમાં ઘૂસીને પણ ડ્રગ્સ પકડવાનું હિંમતભર્યું કામ કર્યું છે. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર સહિતનાએ એવા મુદ્દા રજૂ કર્યા હતા કે,અદાણી પોર્ટ પર 375 કરોડનો હેરોઈન પકડાયું હતું.

Back to top button