ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીએ વિદેશની કોર્ટમાં જીત મેળવી છે. એન્ટિગુઆ અને બરબુડાની હાઈકોર્ટે જણાવ્યું હતું કે રૂ. 13,000 કરોડની છેતરપિંડી મામલે ભારતમાં વોન્ટેડ હીરાના વેપારી મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બરબુડામાંથી બહાર લઈ જઈ શકાય નહીં.મેહુલ ચોક્સીએ તેની સિવિલ દાવામાં દલીલ કરી છે કે એન્ટિગુઆના એટર્ની જનરલ અને પોલીસ વડાની તેમની સામેના કેસોની તપાસ કરવાની ફરજ છે. મીડિયા અહેવાલ અનુસાર મેહુલ ચોક્સીએ સજાની આશંકા વ્યક્ત કરી છે. ચોક્સીએ તેના દાવાઓની તપાસની માંગ કરી છે. આ સાથે તેણે કોર્ટ પાસે રાહતની પણ માંગ કરી છે. તેણે માંગણી કરી હતી કે 23 મે, 2021ના રોજ એન્ટીગુઆ અને બાર્બુડામાંથી તેના બળજબરીથી અપહરણની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મેહુલ ચોકસીને કોર્ટના આદેશ વિના એન્ટિગુઆ અને બરબુડા બોર્ડરથી બહાર લઈ જઈ શકાય નહીં. તેના આદેશમાં, કોર્ટે કહ્યું કે ડોમિનિકન પોલીસે ખાતરી કરવી જોઈએ કે ચોક્સીને તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો કે કેમ.
આ પણ વાંચો : Japan : જાપાનમાં વડાપ્રધાન કિશિદાની રેલીમા બોમ્બ બ્લાસ્ટ
અગાઉ ગયા મહિને માર્ચમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ રેડ નોટિસના ઇન્ટરપોલ ડેટાબેઝમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ નોટિસને લઈને ભારતમાં ભારે હોબાળો થયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને નોટિસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. વાસ્તવમાં, રેડ નોટિસ હટાવવાનો અર્થ એ છે કે ચોક્સી એજન્સીઓ દ્વારા ધરપકડ થવાના ડર વિના મુક્તપણે વિશ્વભરમાં મુસાફરી કરી શકે છે.