ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

આપને પણ વીજળી પરસેવો વળાવશે ? દેશનાં 16 રાજ્યોમાં 10 કલાકનો વીજકાપ લાગું

Text To Speech

કોલસાની અછત અને અપર્યાપ્ત જથ્થાના કારણે દેશના લાખો લોકોની મુશ્કેલીઓ વધવાનાં એંધાણ જોવામાં આવી રહ્યા છે. જી નહીં, આપણે કોલસાનો સીધો ઉપયોગ ખુબ ઓછો કરતા હોવાથી આપને સીધી રીતે કોલસાની અછત વર્તાશે નહીં, પરંતુ કોલસો આપને આગામી દિવસોમાં પરસેવો જરૂર વાળાવી દેશે તે ચોક્કસ દેખાઇ રહ્યું છે. આવું થવાનું કારણ વીજળીની અછત કે વીજ કટોકટી હશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં આજે પણ મહત્તમ વીજ પૂરવઠો કોલસામાંથી મેળવામાં આવે છે અને જે રીતે કોલસાની દેશભરમાં અછત જોવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં વીજકાપ લાગુ થાય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. ભારત પર વીજ કટોકટીનાં કાળા વાદળો ઘેરાતા જોવામાં આવી રહ્યા છે. વીજળીનાં અપર્યાપ્ત જથ્થા સામે માંગને પહોંચી વળવા દેશનાં 16 મહત્વના રાજ્યો દ્વારા 10 કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. દેશમાં પ્રવર્તમાન કોલસાની તંગીને કારણે વીજ ઉત્પાદનમાં પણ કટોકટીનું સર્જન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ – રાજસ્થાન – ઝારખંડ – જમ્મુ કાશ્મીર સહિત દેશનાં 16 રાજ્યોમાં 10 કલાકનો કપરો વીજકાપ લોકોને રાતા પાણીએ રડાવવા જઇ રહ્યો છે.

ગુજરાતમાં પણ અનેક જગ્યાએ લોકો વધુ વીજ પૂરવઠાની માંગ કરી રહ્યા છે, ત્યારે વધુ તો પછીની વાત છે પણ આવી જ હાલત રહી તો હાલની સ્થિતિમાં પણ કાપ આવે તે ચોક્કસ છે

Back to top button