સૂર્યગ્રહણ બાદ પહેલા નોરતે આ વસ્તુઓનું દાન કરવું શુભ
- સૂર્યગ્રહણ 2જી ઓક્ટોબરની રાત્રે સર્વ પિતૃ અમાવસ્યા પર થઈ રહ્યું છે, પરંતુ તે 3જી ઓક્ટોબરના વહેલી સવારે સમાપ્ત થશે, તેથી ગ્રહણનું દાન પહેલા નોરતે કરવામાં આવશે
HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષે સર્વ પિતૃ અમાસની રાત્રે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. 2જી ઓક્ટોબરની રાત્રે તે શરૂ થશે. ગ્રહણ સર્વ પિતૃ અમાવસ્યા પર થઈ રહ્યું છે, પરંતુ તે 3જી ઓક્ટોબરના વહેલી સવારે સમાપ્ત થશે, તેથી ગ્રહણનું દાન પહેલા નોરતે કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ રાત્રે 9.13 કલાકે શરૂ થશે અને 3.17 કલાકે સમાપ્ત થશે. આ ગ્રહણ આર્જેન્ટિના, અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ સહિત ઘણા દેશોમાં દેખાશે. ભારતમાં ગ્રહણ સમયે રાત્રિ હશે, તેથી સૂર્યગ્રહણ અહીં દેખાશે નહીં. આ કારણે આપણા દેશમાં આ ગ્રહણનું ધાર્મિક મહત્ત્વ રહેશે નહીં. આ ગ્રહણનો કોઈ સુતકકાળ લાગુ પડશે નહીં, પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી ગ્રહણની અસર રાશિઓ પર પડે છે.
કોઈપણ ગ્રહણ પછી દાન કરવાની પરંપરા છે. ગ્રહણ પછી દાન કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણ બાદ લોકો તીર્થસ્થળ પર જઈને સ્નાન કરે છે અને દાન પુણ્ય કરે છે. અહીં જાણો શારદીય નવરાત્રીની એકમના દિવસે ગ્રહણ પછી સવારે તમે કઈ વસ્તુઓનું દાન કરી શકો છો.
કઈ વસ્તુઓનું કરશો દાન?
ગ્રહણ સમાપ્ત થયા પછી વ્યક્તિએ કોઈપણ તીર્થસ્થાન પર અથવા ઘરમાં રાખેલા તીર્થધામનું પાણી ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ચણા, ઘઉં, ગોળ અને કઠોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જો કે ચંદ્રગ્રહણના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આ સિવાય રાહુ કેતુ સંબંધિત દાન પણ કરવું જોઈએ. તેમાં તમે જૂતા દાનમાં આપી શકો છો. કેળા, દૂધ, ફળ અને કઠોળનું દાન કરવું પણ ફાયદાકારક છે. ગ્રહણ પછી, લોકોએ યોગ્ય બ્રાહ્મણની સલાહ અનુસાર પોતાની રાશિ પ્રમાણેનું દાન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ નવરાત્રી માટે છે પરફેક્ટ ફળાહાર સાબુદાણાની ખીર, આખો દિવસ રહેશો એનર્જેટિક