ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, અન્ય 6 ઘાયલ

Text To Speech

અમેરિકાના પેન્સિલવેનિયા ખાતે આવેલ ચર્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના અંતિમ સંસ્કાર કરવા આવેલ લોકો પર કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં અંતિમ સંસ્કાર માટે કેટલાક લોકો એકઠા થયા હતા ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ચર્ચમાં થયેલા ફાયરિંગમાં 6 લોકો ઘાયલ થયા છે અને 1નું મૃત્યુ થયુ હોવાની માહિતી મળી રહી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. ત્યારે અમેરિકામાં ખુલ્લે આમ લોકો પર ફાયરીંગની ઘટના પહેલી વાર નથી. આ અગાઉ પણ કેટલાક લોકોને આવી જ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

 લોકો પર ખુલ્લે આમ ગોળી બાર

અમેરિકામાં ગોળીબારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે પિટ્સબર્ગથી એક નવી ઘટના સામે આવી છે, જ્યાં એક ચર્ચની બહાર છ લોકોને ગોળી મારી દેવામાં આવી છે. આ તમામ લોકો થોડા સમય પહેલા ગોળી મારીને હત્યા કરાયેલા 20 વર્ષના યુવકના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ચર્ચની બહાર એકઠા થયા હતા. પોલીસ કમાન્ડર રિચર્ડ ફોર્ડે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. ગોળી છ લોકોને વાગી હતી, જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના એકનું મૃત્યુ થયુ છે અને અન્ય પાંચ લોકો સારવાર હેઠળ છે.

AMERICA- HUM DEKHENGE NEWS
એક ચર્ચની બહાર છ લોકોને ગોળી મારી દેવામાં આવી

અગાઉ પણ અનેક ઘટનાઓ

અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. સેન્ટ લુઈસમાં થોડા દિવસો પહેલા એક બંદૂકધારી હાઈસ્કૂલમાં ઘૂસી ગયો હતો અને એક શિક્ષક અને એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી હતી. આ પહેલા અમેરિકાના ડલ્લાસ અને કેલિફોર્નિયામાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. ડલ્લાસની એક હોસ્પિટલમાં ગોળીબારમાં ત્યાંના બે કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે પોલીસના જવાબી ગોળીબારમાં શંકાસ્પદ બંદૂકધારી ઘાયલ થયો હતો. તે જ સમયે, ગોળીબારની બીજી ઘટના કેલિફોર્નિયાની એક હાઇસ્કૂલમાં બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અમેરિકામાં આ પહેલા પણ ફાયરિંગની ઘણી ઘટનાઓ બની છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની સરહદ પાર કરીને આવેલા ડ્રોનને BSFના જવાનોએ તોડી પાડ્યું, રમદાસ વિસ્તારમાં થયું ફાયરિંગ

Back to top button