ગુજરાતચૂંટણી 2022

ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મચારી માટે ગુપ્ત મતદાનની વ્યવસ્થા કરવા ECને કરાઈ રજૂઆત

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમાયં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે ફોર્મ ભારાઈ જતા આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરના રોજ યોજાવવાનું છે ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારી માટે ગુપ્ત મતદાનની વ્યવસ્થા કરવામાં આવેની ઈલેક્શન કમિશનને રજૂઆત કરવામાં આવી છે.

ગૃપ્ત મતદાન કરી શકે તેવી વ્યવસ્થા

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે. ત્યારે હવે રાજ્ય કર્મચારી મહામંડળે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ 100% ગૃપ્ત મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, મતદાની કામગીરી ગુપ્ત હોય છે પરંતુ બેલેટ દ્વારા મતદાન કરાતા કર્મચારીઓએ કોને મત આપ્યા છેનું સ્પષ્ટ થઈ જતું હોઈ છે તેથી કર્મચારીઓ ડર અને કોઈને અણગમો ન થાય તે માટે મતદાનથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેથી કોઈ એવી સુવિધા કરવામાં આવે જેનાથી મતદાન ગુપ્ત રહી શકે અને કર્મચારીઓ નિર્ભયપણે મતદાન કરી શકે.


આ પણ વાંચો:“ચૂંટણીમાં OBC સમાજને ઓછી ટિકિટ અપાઈ”, હાઈ કમાન્ડને ચાવડાની રજૂઆત

કર્મચારીઓ માટે વ્યવસ્થા

રાજ્યના મોટા ભાગના કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોય છે આથી તે વિધાનસભા મત ક્ષેત્રમાં મતદાન કરી શકતા નથી આથી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ અને વતનથી દૂર ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ માટે 100% મતદાન ગુપ્ત રીતે તાલીમ દરમિયાન જ કરી શકાય તેવી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે

Back to top button