છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું


- હિટ એન્ડ રનની ઘટનામાં 408 વ્યક્તિ હજુ પણ પોલીસ પકડથી દૂર
- અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા
- હાલ પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે
છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યુ છે. હાલમાં જ બાવળા-બગોદરા નેશનલ હાઇવે પર એક કાર ચાલકે અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહેલા યાત્રાળુઓને ભામાસરા ગામ નજીક પાછળ ટક્કર મારી હતી.
હાલ પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ઉલ્લેખનીય છે યાત્રાળુઓ રાતે ચાલતાં હોવાથી તેમની કાર પાછળથી લાઇટ રાખીને ચાલતી તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક યાત્રાળુનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિટ એન્ડ રનની ઘટનામાં 408 વ્યક્તિ હજુ પણ પોલીસ પકડથી દૂર
પહેલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.
આ પણ વાંચો: ગુજરાત : બોરસદ APMCમાં 60 વર્ષ બાદ કોંગ્રેસના શાસનનો અંત