દિવાળીને લઈને Statue of Unity આ દિવસે રહશે બંધ


દિવાળી વેકેશનમાં સ્ટેચુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે ખાસ સમાચાર. દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે પણ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે 25 ઓક્ટોબરે સ્ટેચુ ઓફ યુનિટી બંધ રહેશે.
25 ઓક્ટોબરે સ્ટેચુ ઓફ યુનિટી બંધ
તહેવાર દરમિાયાન સ્ટેચુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી લેવાયો હોવાનું પણ જણાવવામાં આવ્યુ છે. તેના બદલે હવે 25 ઓક્ટોબરે બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એક દિવસમાં 35 હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા હતા જેને ધ્યાન લઈને જ તહેવારના દિવસે સ્ટેચુ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવ્યુ છે.

તહેવારને ધ્યાને લઈને વ્યવસ્થા કરાય
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ SOUની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રવાસીઓના ધસારાને જોતા ખાનગી બસોને પણ દોડાવવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે ત્યારે આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે.

ક્રુઝ બોટ આકર્ષણનું કેન્દ્ર
વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને સિવાય અહીં પ્રવાસીઓ હવે રાત્રી દરમ્યાન ક્રુઝ બોટની મઝા માણવા ઉમટી રહ્યા છે હવે આ ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રુઝ માં હવે કલ્ચરલ પોગ્રામ પણ નિહાળવા મળશે.
આ પણ વાંચો : ISRO નો વધુ એક ઈતિહાસ, આજે રાત્રે એકસાથે 36 ઉપગ્રહોનું LVM-3 કરશે પ્રક્ષેપણ !