અમદાવાદમાં તથ્ય કાંડને વર્ષ, પૈસાનું શું કરવાનું, અમે તો દીકરાઓ ગુમાવ્યાં છતાં ન્યાય ન મળ્યો: પરિજનો
- તથ્ય પટેલની કારે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના ભોગ લીધા હતા
- રૂપિયા ન હોવાથી મિઝાનની સર્જરી કરાવી શક્યો નથી: પીડિત
- દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની વ્યથા એક વર્ષ પછી કોઈ સાંભળવા તૈયાર નથી
અમદાવાદમાં તથ્ય કાંડને એક વર્ષ થયુ છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં પરિજનોએ જણાવ્યું છે કે પૈસાનું શું કરવાનું, અમે તો દીકરાઓ ગુમાવ્યાં છતાં ન્યાય ન મળ્યો. એક વર્ષ વિત્યું પણ હૈયું હજી ત્યાં જ અટકી ગયું છે. કોઈએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો તો કોઈએ પરિવારનો આધાર ગુમાવ્યો છે. તથ્ય પટેલની કારે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના ભોગ લીધા હતા. આ ઘટનાને એક વર્ષ થવા આવી રહ્યું છે પરંતુ હજી સુધી પરિવાર ન્યાય મળ્યો નથી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે: હાઇકોર્ટ
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની વ્યથા એક વર્ષ પછી કોઈ સાંભળવા તૈયાર નથી
પોતાના નવયુવાન દીકરા કે ભાઈઓને ગુમાવનાર અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની વ્યથા એક વર્ષ પછી કોઈ સાંભળવા તૈયાર નથી. જ્યારે કેટલાંક પરિવાર પોતાની વાત વ્યક્ત કરવા માટે પણ સ્વસ્થ્ય નથી. તો કોઈ પરિવારે તહેવારોની ઉજવણી કરી જ નથી. પરિવારે પોતાના જુવાન છોકરાને ગુમાવ્યા છે તેમના માટે લાખોની સહાય કોડીની બની ગઈ છે. તેમાંથી એક પરિજને જણાવ્યું છે કે મારા ભાઇ નિલેશ ખટીક હોમગાર્ડમાં નોકરી કરતા હતા તેઓ થાર અને ડમ્પરના અકસ્માતને કારણે ઇસ્ક્રોન બ્રિજ પર ગયા હતા ત્યારે તથ્ય પટેલે પૂરઝડપે કાર હંકારીને અકસ્માત કરતા મારા ભાઇ સહિત 9 વ્યકિતના મોત નિપજ્યા હતા. મારા ભાઇનું અવસાન થતાં પરિવારની આર્થિક સ્થિતિ નબળી થઇ છે અને પરિવારજનોએ અકસ્માતનું એક વર્ષ થયુ પરંતુ એકપણ તહેવાર ઉજવ્યો નથી. ઘરમાં રોજ મારી માતા આજે નિલેશ આવશે તેની આશા રાખીને રડયા કરે છે.
રૂપિયા ન હોવાથી મિઝાનની સર્જરી કરાવી શક્યો નથી
સારંગપુરમાં રહેતા મિઝાન ભાડબુંજા એક વર્ષ અગાઉ મિત્રો સાથે એસજી હાઇવે પર ગયો હતો ત્યારે ઇસ્ક્રોન બ્રિજ પર નબિરા તથ્ય પટેલે અકસ્માત સર્જતા મિઝાનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં મિઝાનને પગમાં ત્રણ ફ્રેકચર થતાં સર્જરી કરાવીને પ્લેટ નાંખી હતી. મિઝાનના પિતા ઇરફાનભાઇએ જણાવ્યુ કે, સરકારે માત્ર 50 હજારની સહાય કરી છે. પરંતુ દિકરાની સારવાર કરાવવા માટે 15 લાખ રૂપિયા ખર્ચો થયો છે તે પણ વ્યાજે અને ઉછીના લોકો પાસેથી લીદ્યા છે. હજુ પણ એક પગ વળતો નથી તેની માટે તબિબો સર્જરી કરાવવાનું કહે છે પરંતુ રૂપિયા ન હોવાથી મિઝાનની સર્જરી કરાવી શક્યો નથી. અકસ્માતને એક વર્ષ થવા છતાં હજુ પણ મિઝાન અડધી રાત્રે ઉંઘમાં અકસ્માતના દ્રશ્યો આવતા હોવાથી તે ચમકી જાય છે.