ઉર્ફી જાવેદે પહેર્યો એવો ડ્રેસ કે ચા પીવી પણ થઈ ગઈ મુશ્કેલ!
ટીવી અભિનેત્રીમાંથી ફેશનિસ્ટા બનેલી ઉર્ફી જાવેદ તેની અજબ-ગજબ ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા ઉર્ફીએ પ્રોટેક્શન શીલ્ડ પહેરી હતી, જેના કારણે એક્ટ્રેસ ઘણી ચર્ચામાં આવી હતી. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. વિડિયોમા જોઈ શકાય છે કે તેને ચા પીવામાં તકલીફ થઈ રહી છે. તાજેતરમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
પ્રોટેક્શન શીલ્ડમાં ઉર્ફી જાવેદને આ સમસ્યા નડી
ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેને ચા પીવામાં સમસ્યા થઈ રહી છે. કારમાં બેઠેલી ઉર્ફીને પ્રોટેક્શન શીલ્ડ પહેર્યા બાદ ચા પીવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ખુબ મુશ્કેલીથી ચા પી રહી છે. વીડિયો શેર કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, “જબ ચાય જ્યાદા જરુરી હો”
View this post on Instagram
અભિનેતા પ્રીત કમાનીએ ઉર્ફીને આપી સલાહ
જ્યારે અભિનેતા પ્રીત કમાનીએ ઉર્ફી જાવેદના આ વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું કે, “સ્ટ્રોની શોધ આ દિવસ માટે જ કરવામાં આવી હતી.” ઉર્ફીએ જવાબ આપ્યો કે, “ગરમ ચામાં સ્ટ્રો કેવી રીતે નાખુ.” આ મુદ્દે ઘણા લોકો ઉર્ફી જાવેદની મજાક ઉડાવી રહ્યા છે અને તેને મૂર્ખ કહી રહ્યા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરીને કહ્યુ, કે ઉર્ફીએ સ્ટ્રોમાંથી ચા પીવી જોઈએ અને પછી તેમાંથી પણ ડ્રેસ બનાવવો જોઈએ.
આ પણ વાંચો: હવે ઉર્ફી જાવેદ દેખાઇ માત્ર ગજરામાંઃ ભડક્યા લોકો