ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જૂનાડીસામાં પીવાના પાણી માટે મહિલાઓનો રઝળપાટ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાના જૂના ડીસા ગામમાં પાણી વગર લોકો હેરાન થતા હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા એક મહિનાથી અનિયમિત અને નહિવત જેટલું પાણી આવતા લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

એસ્ટીમેન્ટ ભર્યા પછી પાણીનો બોર શરૂ થશે, લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે : સાંસદ

ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે બુમરેન્ગ ઉઠવા પામે છે દર વર્ષે અહીં ઉનાળામાં પાણીની તીવ્ર અછત ના કારણે અનેક વિસ્તારોના લોકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડે છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આવેલ પ્રજાપતિ નગર વિસ્તારની પણ આજ સ્થિતિ છે આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી માટે લોકોને ભારે હાડમારી ભોગવી પડે છે. અહીં પાણી એકાદ બે દિવસે અને તે પણ અનિયમિત આવતું હોવાથી મહિલાઓની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે, અને પીવાના પાણી માટે પણ આમ તેમ રખડવું પડે છે. તો ક્યારેક ન છૂટકે લોકોએ પૈસા ખર્ચીને પણ પાણી નું ટેન્કર મંગાવવુ પડે છે.

પાણીનો બોર-humdekhengenews

 

આ અંગે સ્થાનિક આગેવાન કનુભાઈ પ્રજાપતિ અને જામાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. જે માટે સ્થાનિક સાંસદ દિનેશભાઈ અનાવાડીયા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પાણીનો બોર બનાવ્યો છે, પરંતુ બોર બનાવ્યાને બે મહિના જેટલો સમય થયો છે પરંતુ હજુ સુધી પાણી શરૂ થયુ નથી તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે.

પાણીનો બોર-humdekhengenews

આ સમસ્યા બાબતે ગ્રામ પંચાયતમાં તલાટી હેમંતભાઈ પંછીવાલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે ગ્રામપંચાયતે બોર બનાવી દીધો છે. જેની તાલુકા પંચાયતમાંથી વહીવટી મંજૂરી આવવાની બાકી છે એ વહીવટી મંજૂરી આવી ગયા બાદ અમે તરત જ યુજીવીસીએલનું 83 હજારનું એસ્ટીમેન્ટ ભરીને તરત જ પાણીનો બોર ચાલુ કરાવી દઈશું અને આ વિસ્તારની પાણી ની સમસ્યાનો કાયમી માટે ઉકેલ આવી જશે.

આ અંગે રાજ્યસભા ના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી અમે બોર બનાવ્યો છે. યુજીવીસીએલ માંથી એસ્ટીમેન્ટ પણ આવી ગયું છે. એસ્ટીમેન્ટ ભર્યા પછી તરત જ પાણીનો બોર શરૂ થઈ જતા આ વિસ્તારના લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.

આ પણ વાંચો :બનાસકાંઠા: દલિત સમાજની દીકરીને ન્યાય અપાવવા માંગ

Back to top button