અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કોલેજમાં ગુલ્લી મારનાર તથ્ય પટેલને હવે અભ્યાસ યાદ આવ્યો, ગ્રામ્ય કોર્ટમાં માંગણીઓનું મૂક્યુ લિસ્ટ

  • તથ્ય પટેલે ઘરેથી ટિફિન તેમજ જેલમાં ભણવાની મંજૂરૂ માંગી
  • આરોપી તથ્યને હવે યાદ આવ્યો અભ્યાસ
  • તથ્ય પટેલની ગ્રામ્ય કોર્ટમાં અરજી

અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર પુરપાટ ઝડપે કાર હંકારી 10 નિર્દોષ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે. જો કે, ત્યાં પણ તેના નવાબી શોખ પૂરા થવાનું નામ જ નથી લઈ રહ્યા. જેલમાં બંધ આરોપી તથ્ય પટેલે હવે નાટકો શરૂ કરી દીધા છે. જેલમાં બેઠા-બેઠા કોલેજોમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવ્યો છે. તથ્ય પટેલે જેલમાં પોતાના અભ્યાસની વ્યવસ્થા કરવાની માંગ કરી હોવાનું સામે આવ્યું છે. તથ્ય પટેલના કેસમાં આરોપી તરફથી બે એપ્લીકેશન આપવામાં આવી હતી. જેમાં એકમાં બહારનું જમાવા માટે ટિફિન માટે પરમિશન માંગી છે.

મહત્વના નિવેદનો અંગેના દસ્તાવેજો આપવામાં આવે
પ્રાપ્ત વિગતો અનુસાર,જેલમાં ધકેલાયેલા નબીરા તથ્ય પટેલના વકીલે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ચાર્જસીટ સિવાયના મહત્વના નિવેદનો અંગેના દસ્તાવેજો આપવામાં આવે. જેમાં કેસમાં 8 લોકો મહત્વના સાક્ષી બની સીઆરપીસીની કલ 164 મુજબના નિવેદનો આપ્યા છે. તેની નકલો આપવામાં આવે. તેમજ સાક્ષી પ્રનસુ રૂપારેલ કેશવ ખેરજાની, સુમિત પંડ્ય, ઈમ્તીયાઝ મોમીન, દેવલ પટેલ અને આકાશ સોનીએ ઉતારેલ વિડીયો આપવામાં આવે. સીડીઆર અંગે એફએસએલના રિપોર્ટની કોપી પણ આપવામાં આવે.

આ પણ વાંચો : તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો, સિંધુભવન અકસ્માત કેસમાં થશે ધરપકડ

તથ્ય પટેલ-humdekhengenews

આ પણ વાંચો : તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ અમદાવામાં પોલીસ એક્શનમાં, મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ

ઘરનું ટિફિન અને ભણવાની વ્યવસ્થાની કરી માંગ
આ સિવાય તથ્ય પટેલના વકીલે બીજી એક અરજી કરી હતી. જેમાં તેને જેલનું જમવાના બદલે ઘરેથી ટિફિન આપવા દેવામાં આવે. તેમજ તે 20 વર્ષનો હોવાથી જેલમાં ભણવા માટેની મંજૂરી આપવામાં આવે અને નાની ઉંમરનો હોવાથી સપ્તાહમાં પરિવારના 2 સભ્યોને મળવા દેવાની મંજૂરી આપવામાં આવે, કોર્ટે જેલ સત્તાધીશોને જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા મુજબ કરવા નિર્ણય કર્યો છે.

શું હતી સમગ્ર અકસ્માતની ઘટના
થોડા દિવસ અગાઉ ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ફૂલ સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : શું તથ્ય પટેલનું બદલાશે ઘર? ટ્રાન્સફર વોરંટ અંગે આવ્યા સમાચાર!

આ પણ વાંચો : સુરતમાં તથ્ય પટેલે કરેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવી ભયંકર ઘટના બની

Back to top button