ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આવકવેરા વિભાગે કોંગ્રેસને ફરીવાર નોટિસ પાઠવી, અત્યાર સુધીમાં રૂ. 3567 કરોડની ટેક્સ ડિમાન્ડ

Text To Speech

નવી દિલ્હી, 31 માર્ચ: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટીને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એજન્સી અનુસાર, હવે ઈન્કમટેક્સ વિભાગે ફરી એકવાર કોંગ્રેસને નવી નોટિસ મોકલી છે. આ નોટિસ દ્વારા કોંગ્રેસ પાસેથી આકારણી વર્ષ 2014-15 થી 2016-17 માટે 1,745 કરોડ રૂપિયાના ટેક્સની માંગણી કરવામાં આવી છે. આ રકમ સહિત આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસેથી કુલ રૂ. 3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે.

3,567 કરોડના ટેક્સની ડિમાન્ડ

જો આ રીતે જોવામાં આવે તો આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટી પાસેથી કુલ 3,567 કરોડ રૂપિયાના ટેક્સની માંગણી કરી છે. સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આવકવેરાની નોટિસ વર્ષ 2014-15 (₹663 કરોડ), 2015-16 (અંદાજે ₹664 કરોડ) અને 2016-17 (અંદાજે ₹417 કરોડ) સાથે સંબંધિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષો માટે કર મુક્તિ નાબૂદ કર્યા પછી સમગ્ર કલેક્શન પર ટેક્સ ડિમાન્ડની ગણતરી કરવામાં આવી હતી.

થર્ડ પાર્ટી એન્ટ્રીઓ માટે પણ ટેક્સ લાદવામાં આવ્યો 

આવકવેરા વિભાગે કોંગ્રેસ પર થર્ડ પાર્ટી એન્ટ્રી પર પણ ટેક્સ લગાવ્યો છે. આ એન્ટ્રીઓ કથિત રીતે દરોડા દરમિયાન તેના કેટલાક નેતાઓ પાસેથી જપ્ત કરાયેલી ડાયરીઓમાં કરવામાં આવી હતી. શુક્રવારે કોંગ્રેસને વિભાગ તરફથી નોટિસ મળી હતી, જેમાં તેને લગભગ 1,823 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. પાર્ટીએ કહ્યું હતું કે અધિકારીઓએ ગયા વર્ષે સંબંધિત કરની માંગણીઓ માટે પાર્ટીના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. મહત્ત્વનું છે કે, કોંગ્રેસે 135 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે અને આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ‘કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય’, શ્રીલંકાને કચ્છથીવુ ટાપુ સોંપતા PM મોદીએ કર્યા આકરા પ્રહાર

Back to top button