ભાજપના આ દિગ્ગજ નેતા સામે ઇસુદાન ગઢવી ઉતરશે મેદાનમાં, જાણો શું છે ત્યાંની રાજકીય સ્થિતિ ?


આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો બનેલા ઇસુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી માહિતી સામે આવી રહી છે. આ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારી ચૂકી છે.
આ પણ વાંચો : ભાજપના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી, જુઓ આખું લિસ્ટ
ઇસુદાનની સમગ્ર સૌરાષ્ટ્ર પર સારી પકડ રહેલી છે. તેમજ તેમના માટે વિવિધ બેઠકો પરથી નામ પણ સામે આવી રહ્યું હતું. આ વચ્ચે દ્વારકા બેઠક પરથી લગભગ તેમનું નામ નક્કી ગણવામાં આવી રહ્યું છે. ઇસુદાન ગઢવીનું તેના સમાજ પર વધુ પ્રભુત્વ છે. સૌરાષ્ટ્રના ગામડા સાથે તેમની તેમના સમાજમાં પણ લોકપ્રિયતા છે. આ ઉપરાંત બે સીટ પરથી પણ ચૂંટણી લડે તેવી અટકળો ચાલી રહી છે. આપ બે સીટ પરથી ઇસુદાનને મેદાને ઉતારી શકે છે, જેમાં દ્વારકા બાદ હજુ વધુ એક સીટ થી ઇસુદાન ને લડાવી શકે છે.
દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે. આ બેઠક પર પક્ષ નહીં પણ વ્યક્તિત્વનું વર્ચસ્વ છે. પબુભા માણેક 1990થી 1998 સુધીની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2002ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમજ 1990થી 2017 સાત ટર્મથી આ બેઠક પર પબુભા માણેક ચૂંટણી જીતતા આવ્યા છે.

શું છે ત્યાંની રાજકીય સ્થિતિ ?
જો વાત કરવામાં આવે દ્વારકા બેઠકની તો દલવાડી સમાજના 35 હજાર મતદાતા છે. તો લધુમતી સમાજના 36 હજાર મતદાતા છે. તો કોળી સમાજના 14 હજાર ત્યારે બ્રાહ્મણ 13 હજાર અને લોહાણા સમાજના 12 હજાર મતદાતા છે. તેમજ ક્ષત્રિય સમાજના 11 હજાર મતદાતા છે. તેમજ અનુસૂચિત જાતિના 6.78% વોટર્સ છે અને અનુસૂચિત જનજાતિના 1.29% મતદારો છે.
આ પણ વાંચો : Gujarat Election : 1975, 1995ની ચૂંટણીમાં સૌથી વધુ 16 અપક્ષ જીત્યા હતા