ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 38 ટકા લોકો કુપોષિત છે: ઈસુદાન ગઢવી

  • ભાજપ સરકારે ફક્ત ખિસ્સા ભરવાનું કામ કર્યું છે અને પ્રજાની ભલાઈ અને પ્રજાના સ્વાસ્થ્ય માટે કોઈ પગલા લીધા નથી: ઈસુદાન ગઢવી
  • મુખ્યમંત્રીને અપીલ છે કે તેઓ તાત્કાલિક ધોરણે ગુજરાતને કુપોષણ મુક્ત કરવા માટે કોઈ એક્શન પ્લાન બનાવે: ઈસુદાન ગઢવી
  • ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 44.45 ટકા લોકો કુપોષિત છે જ્યારે શહેરી વિસ્તારમાં વસતા 28.97 ટકા લોકો કુપોષિત છે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક અત્યંત ગંભીર બાબત પર વાત કરતા જણાવ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર અને તેના નેતાઓ હંમેશા કહેતા હોય છે કે, ભારત વિશ્વગુરુ બની રહ્યું છે. પરંતુ નીતિ આયોગના એક રિપોર્ટએ કેન્દ્રની ભાજપ સરકારની અને ગુજરાતની ભાજપ સરકારની પોલ ખોલી દીધી છે. નીતિ આયોગના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 38% લોકો કુપોષિત છે. આ અત્યંત ગંભીર બાબત છે. ભાજપની 28 વર્ષની સરકાર હોવા છતાં પણ વર્ષોથી ગુજરાતમાં કુપોષિત લોકોનો આંકડો અત્યંત મોટો જ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 44.45 ટકા લોકો કુપોષિત છે જ્યારે શહેરી વિસ્તારમાં વસતા 28.97 ટકા લોકો કુપોષિત છે. 2016માં ગુજરાતના 41.37 ટકા પરિવારોમાં ઓછામાં ઓછો એક કુપોષિત વ્યક્તિ હતા અને આજે ગુજરાતમાં હજુ પણ 38.9 ટકા લોકો કુપોષિત છે.

રાજ્યમાં કુપોષણ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહાર 

ભાજપ સરકારે ફક્ત ખિસ્સા ભરવાનું કામ કર્યું છે અને પ્રજાની ભલાઈ અને પ્રજાના સ્વાસ્થ્ય માટે કોઈ પગલા લીધા નથી. જેના કારણે આજે આ રિપોર્ટમાં ખૂબ જ ચોકાવનારા આંકડા આપણને જોવા મળ્યા છે. પહેલા પણ ગુજરાત રાજ્યમાં મોટાપાયે કુપોષણ હતું અને હજુ પણ 38% લોકો કુપોષિત છે એનો મતલબ એ જ છે કે સરકારની પ્રાથમિકતામાં કુપોષણ ખતમ કરવાનું કોઈ આયોજન નથી. જો કોઈપણ સરકાર ધારે તો કુપોષણને ઓછું કરી શકે છે અને ખતમ પણ કરી શકે છે પરંતુ કેન્દ્ર સરકારની કે ગુજરાત સરકારની અંદરએ નિયત નથી કે ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવામાં આવે.

આ પણ વાંચો : માનવતા મરી પરવારી! મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું,પોલીસે શરુ કરી તપાસ

મુખ્યમંત્રીને ગુજરાતને કુપોષણ મુક્ત કરવા કરી અપીલ 

ગુજરાતને આમ જોવા જઈએ તો એક આગળ પડતું રાજ્ય ગણવામાં આવે છે. પરંતુ જ્યારે આવી રિપોર્ટ આવે ત્યારે ગુજરાતની હકીકત સામે આવી જતી હોય છે. મારી મુખ્યમંત્રીને અપીલ છે કે તેઓ તાત્કાલિક ધોરણે ગુજરાતને કુપોષણ મુક્ત કરવા માટે કોઈ એક્શન પ્લાન બનાવે અને ગુજરાતના લોકો સમક્ષ મૂકે. કોઈપણ રાજ્ય કુપોષિત રહીને પ્રગતિ કરી શકતું નથી તો ગુજરાતના તમામ લોકોએ પણ ભાજપ સરકાર પર દબાણ બનાવવું પડશે અને ગુજરાતને કુપોષણ મુક્ત કરવું પડશે. જો ભાજપના લોકો ભ્રષ્ટાચાર અને જાતિ ધર્મની રાજનીતિથી ઉપર આવે તો ગુજરાતની ભલાઈ માટે કંઈ કામ થઈ શકે છે. પરંતુ ભાજપના લોકોને ગુજરાતની નહીં, પોતાની પાર્ટી અને પોતાના ખિસ્સા ભરવાની પડી છે.

આ પણ વાંચો : પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો ચૂકાદો અનામત, જાણો મેડિકલ જામીન અરજી પર શું દલીલો થઈ ?

Back to top button