ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISROના PROBA-3 મિશનનું ઐતિહાસિક લોન્ચિંગ ટળી ગયું, જાણો શું આપ્યું કારણ?

Text To Speech
  • આ મિશન યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, જે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે

આંધ્ર પ્રદેશ, 04 ડિસેમ્બર: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા આજે બુધવારે લોન્ચ કરવામાં આવનાર PSLV-C59 રોકેટ/PROBA-3 મિશન ટેકનિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે આ મિશન આવતીકાલે 5 નવેમ્બર માટે રિસેડયુલ કરવામાં આવ્યું છે. ISRO આવતીકાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 16:12 કલાકે આ મિશન લોન્ચ કરશે.

પહેલા પણ PROBA મિશન લોન્ચ કરી ચૂક્યું છે ISRO

PROBA-3એ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું એક મિશન છે. PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ESA અનુસાર, ‘PROBA-3’ મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે. સૂર્યના બાહ્ય વાતાવરણને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. ISROની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) આ મિશનમાં સહકાર આપી રહી છે. ઈસરોએ પહેલા પણ બે પ્રોબા મિશન લોન્ચ કર્યા છે. પ્રથમ લોન્ચ 2001માં PROBA-1 હતું. બીજું PROBA-2 મિશન 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.

પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ Occulter છે, જેનું વજન 200 કિલો છે. બીજું અવકાશયાન Coronagraph છે, જેનું વજન 340 કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને ઉપગ્રહ અલગ થઈ જશે. બાદમાં સૌર કોરોનોગ્રાફ બનાવવા માટે બંનેને એકસાથે મૂકવામાં આવશે.

પ્રોબા-3 મિશન શું છે?

પ્રોબા-3 મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશોના ગ્રુપમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનની કુલ કિંમત લગભગ 200 મિલિયન યુરો હોવાનું કહેવાય છે. પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે, તેના દ્વારા પહેલીવાર અવકાશમાં ‘પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ’નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એક સાથે ઉડાન ભરશે. આ ઉપગ્રહો સતત એક જ નિશ્ચિત કોન્ફિગરેશનને જાળવી રાખશે.

આ પણ જૂઓ: SpaceXના સુપર હેવી રોકેટનું પાણીમાં લેન્ડિંગ! થયો વિસ્ફોટ, જૂઓ વીડિયો

Back to top button