ISROના Aditya-L1 મિશનની કમાન મહિલા વૈજ્ઞાનિકના હાથમાં, આખી દુનિયામાં જેની ચર્ચા છે તે નિગાર શાજી કોણ છે?
- ઈસરોના આદિત્ય એલ-1 મિશનનું નેતૃત્વ 59 વર્ષીય નિગાર શાજી કરી રહ્યા છે. શાજી ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
Aditya-L1: ચંદ્રયાન મિશનની સફળતા પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ હવે સૂર્ય તરફ પણ તેનું મિશન મોકલ્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પણ ભારતે તેના અવકાશ વિજ્ઞાનના બે મહાન ઉદાહરણ વિશ્વ સમક્ષ રજૂ કર્યા.
તમને જણાવી દઈએ કે સૂર્ય મિશનનું નેતૃત્વ કરનાર ભારતીય મહિલા વૈજ્ઞાનિક નિગાર શાજી છે. 59 વર્ષીય શાજીએ કહ્યું, આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અમને વિશ્વાસ છે કે PSLV અમારા આદિત્ય-L-1ને યોગ્ય સ્થાને મૂકવામાં સફળ થશે. આ પછી, આ મિશન માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને પણ ઘણું આપવાનું છે.
શાજી નિગાર એક ખેડૂત પરિવારની દિકરી:
શાજી તમિલનાડુના તેનકાસી જિલ્લાના છે અને એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેણે તિરુનેલવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું અને પછી બિરલા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, રાંચીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું. આ પછી જ 1987માં તે સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં જોડાઈ, ત્યાર બાદમાં તે યુઆર રાવ સેટેલાઇટ ટીમમાં જોડાયા હતા.
શાજી કોમ્યુનિકેશન્સ અને ઇન્ટરપ્લેનેટરી સેટેલાઇટ પ્રોગ્રામ એક્સપર્ટ તરીકે કામ કરે છે. તે સૂર્ય મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. આ સિવાય તે ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઇટ રિસોર્સસેટ-2Aના એસોસિયેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. આ મિશનમાં શાજીની સાથે અન્ય એક મહિલા વૈજ્ઞાનિકનું પણ મોટું યોગદાન છે. તેનું નામ અન્નપૂર્ણિ સુબ્રમણ્યમ છે. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના ડિરેક્ટર છે. આ સંસ્થાએ આદિત્ય એલ-1 મિશનનો મુખ્ય પેલોડ ડિઝાઇન કર્યો છે જે સૂર્યનો અભ્યાસ કરશે.
તમને જણાવી દઈએ કે ઈસરોએ શનિવારે તેનું મહત્વકાંક્ષી સૌર મિશન આદિત્ય એલ-1 લોન્ચ કર્યું છે. તેની સાથે સાત પેલોડ છે. તે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે લેગ્રાંગિયન પોઈન્ટ એલ-1 પર રહીને સૂર્યનો અભ્યાસ કરશે. સૂર્યનો અભ્યાસ કરવાનો આ ભારતનો પ્રથમ મોટો પ્રયાસ છે.
આ પણ વાંચો: આજે આદિત્ય L1ની ભ્રમણકક્ષા વધારશે, જાણો અત્યારે પૃથ્વીથી તેનું મહત્તમ અંતર કેટલું?