ISROએ આધુનિક હવામાન ઉપગ્રહ INSAT-3DS સફળતાપૂર્વક કર્યો લૉન્ચ
શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ), 17 ફેબ્રુઆરી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 17 ફેબ્રુઆરીએ INSAT-3DS ઉપગ્રહ લૉન્ચ કર્યો છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.35 કલાકે લૉન્ચ કરવામાં આવ્યું. જે 10 વર્ષ સુધી હવામાનની ચોક્કસ માહિતી પ્રદાન કરે છે. આ ઉપગ્રહને GSLV Mk II રોકેટથી લૉન્ચ કરાયો હતો. તે 19 મિનિટ 13 સેકન્ડમાં જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) એટલે કે પૃથ્વીની ઉપરની ભ્રમણકક્ષા સુધી પહોંચ્યું. આ સેટેલાઇટને ‘નૉટી બોય’ (Naughty Boy)નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.
#WATCH | Andhra Pradesh: ISRO launched INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14), from Satish Dhawan Space Centre in Sriharikota.
(Source: ISRO) pic.twitter.com/abjPVJWkxh
— ANI (@ANI) February 17, 2024
આ લૉન્ચિંગમાં ત્રણ મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી હતી. પહેલું એ છે કે GSLVની આ 16મી ઉડાન છે. સ્વદેશી ક્રાયો સ્ટેજની આ 10મી ફ્લાઇટ અને સ્વદેશી ક્રાયો સ્ટેજની સાતમી ઑપરેશનલ ફ્લાઇટ છે. GSLV-F14 રોકેટ INSAT-3DS ઉપગ્રહને લૉન્ચ કર્યાના લગભગ 18 મિનિટ પછી તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચાડશે. આ ઉપગ્રહ 170 કિમી પેરીજી અને 36647 કિમી એપોજી સાથે લંબગોળ GTO ભ્રમણકક્ષામાં ફરશે. ઉપગ્રહનું કુલ વજન 2274 કિલોગ્રામ છે. આ ઉપગ્રહને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ સેટેલાઈટમાં 6 ચેનલ ઈમેજર્સ છે. 19 ચેનલ સાઉન્ડર હવામાનશાસ્ત્ર પેલોડ્સ ઉપલબ્ધ છે. આ ઉપગ્રહ તેના જૂના ઉપગ્રહો INSAT-3D અને INSAT-3DR સાથે હવામાનની માહિતી આપશે.
#WATCH | Andhra Pradesh: The second stage performance is Normal and the payload bearing has also been separated as ISRO launched INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14).
(Source: ISRO) pic.twitter.com/V0QJvAVoRC
— ANI (@ANI) February 17, 2024
‘નોટી બૉય’ શું કરશે?’
નોટી બૉયનું વજન 2274 કિલો છે. એકવાર કાર્યરત થયા બાદ આ ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન, હવામાન વિભાગ (IMD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેક્નોલોજી (NIOT), હવામાન આગાહી કેન્દ્ર અને ભારતીય રાષ્ટ્રીય કેન્દ્ર હેઠળના વિવિધ વિભાગો માટે કામ કરશે. આ 51.7 મીટર લાંબુ રોકેટ ઇમેજર પેલોડ, સાઉન્ડર પેલોડ, ડેટા રિલે ટ્રાન્સપોન્ડર અને સેટેલાઇટ એડેડ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટ્રાન્સપોન્ડર લઈ જશે. તેનો ઉપયોગ વાદળો, ધૂમ્મસ, વરસાદ, બરફ અને તેની ઊંડાઈ, આગ, ધુમાડો, જમીન અને મહાસાગરોના સંશોધન માટે કરવામાં આવશે.
આ પણ વાંચો: ISRO ચીફ શ્રી ચેંગલમ્મા મંદિર પહોંચ્યા, INSAT-3DSના સફળ પ્રક્ષેપણની કરી પ્રાર્થના