ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3: ચંદ્રની પ્રથમ તસવીર વિક્રમ લેન્ડર દ્વારા લેવામાં આવી

Text To Speech

ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યા બાદ ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટીની તસવીરો ક્લિક કરી છે. તસવીરમાં લેન્ડરના કેટલાક ભાગને જોઇ શકાય છે.

આઝાદીના 75 વર્ષ બાદ ભારતે સમગ્ર વિશ્વમાં ઇતિહાસ રચી દીધો છે. આજે ભારતની અંતરિક્ષ સંસ્થા ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવેલા Chandrayaan-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ થયું છે.

ચંદ્રની સપાટી પર ઉપગ્રહ ઉતારનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉપગ્રહ ઉતારનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાન મોદીએ ઈસરોના ચેરમેન એસ.સોમનાથ સહિત ઈસરોની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં.

Back to top button