ISROના વૈજ્ઞાનિકનો ખુલાસોઃ શું કરી રહ્યા છે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન?
- ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-3 ના બે સાથીઓ વચ્ચે જબરો તાલમેલ
- વિક્રમે રોવરને ખાડામાં પડતા બચાવી લીધુ
- સોલાર એનર્જી પર કામ કરતા હોય છે વિક્રમ અને રોવર
ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્ર પરથી સાઈન્ટિફિક ડેટા એકત્ર કરીને ધરતી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનનો લગભગ અડધો હિસ્સો પૂરો થઈ ચૂક્યો છે. તમામના મનમાં આ સવાલ જરૂર હશે કે, 14 દિવસ બાદ પણ વિક્રમ અને પ્રજ્ઞાન કામ કરતા રહેશે. ચંદ્રયાન-3 મિશનનો હિસ્સો રહેલા એમ. શ્રીકાંતે જણાવ્યુ કે 14 દિવસની રાત બાદ જ્યારે ચંદ્ર પર ફરી સૂરજ નીકળશે ત્યારે ચંદ્રયાન-3 ફરી કામ કરી શકે છે.
ચંદ્ર પર 23 ઓગષ્ટના રોજ સૂરજ નીકળ્યો હતો અને 14 દિવસ સુધી ત્યાં સૂરજની રોશની રહેશે. ત્યાં સુધી પ્રજ્ઞાન અને વિક્રમ પણ કામ કરતા રહેશે. પરંતુ જેવો સૂર્યાસ્ત થશે અને રાત્રિની શરૂઆત થતાં જ બંને ઈનએક્ટિવ થઈ જશે. જોકે, 14 દિવસોની રાત્રિ બાદ જ્યારે ફરીથી સૂરજ નીકળશે તો કદાચ બની શકે કે, પ્રજ્ઞાન અને વિક્રમ ફરીથી પોતાનું કામ શરૂ કરી શકે છે.
વિક્રમ અને પ્રજ્ઞાનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે, જ્યારે તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો જ તે કામ કરી શકે છે. તે સોલર એનર્જીથી કામ કરે છે એટલે કે, તેમને સૂરજની રોશનીની જરૂર પડે છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ચંદ્ર પર તાપમાન 203 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ ચાલ્યુ જાય છે. આ તાપમાનમાં વિક્રમ અને પ્રજ્ઞાન કામ નથી કરી શકતા.
Hello earthlings! This is #Chandrayaan3's Pragyan Rover. I hope you're doing well. I want to let everyone know that I'm on my way to uncover the secrets of the Moon 🌒. Me and my friend Vikram Lander are in touch. We're in good health. The best is coming soon…#ISRO pic.twitter.com/ZbIgvy22fv
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 29, 2023
14 દિવસમાં શક્ય એટલો ડેટા એકત્ર કરાશે
શ્રીકાંતે કહ્યું કે, અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે, એક લૂનાર દિવસ (પૃથ્વીના 14 દિવસ) જ્યારે ત્યાં સૂરજની રોશની રહે છે ત્યાં સુધીમાં અમે જેટલું બની શકે એટલો વધુ સાઈન્ટિફિક ડેટા એકત્ર કરી લઈએ. હજુ સાત દિવસ રોવર અને લેન્ડર ચંદ્ર પર કામ કરશે અને સૂર્યાસ્ત બાદ તેઓ કામ કરવાનું બંધ કરી દેશે. અમને વિશ્વાસ છે કે, જ્યારે ત્યાં રાત્રિ પૂર્ણ થશે અને સૂરજની રોશની પડશે તો આ બંને ફરીથી એક્ટિવ થશે, જો આમ નહીં થાય તો પણ અમારું મિશન પુરુ થઈ જશે.
ચંદ્રની ધરતી પર ઉતરેલા ભારતના લેન્ડર-વિક્રમ અને તેઓથી અલગ થઈને હવે શોધ સંશોધનમાં ચાંદ પર ફરી રહેલા રોવર-પ્રજ્ઞાન વચ્ચે સતત સંપર્ક બની રહ્યો છે. વધુ જ નહી વિક્રમ ખુદ રોવર પ્રજ્ઞાનની ગતિવિધિ પર નજર રાખે છે અને તેને કોઈ દુર્ઘટનાથી બચાવે છે.
લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન વચ્ચે ગજબનો તાલમેલ
ગઈકાલે રોવરે 100 મીલીમીટરનો ખાડો સફળતાપૂર્વક પાર પાડયો હતો. તેમાં વિક્રમની સમયસૂચકતા જવાબદાર હતી. રોવર ચંદ્રની ધરતી પર ખસતું હતું. તે સમયે 4 મીટર પહોળો અને 100 મી.મી.નો ઉંડો ખાડો આવ્યો અને કંટ્રોલ રૂમ પર તરત જ વિક્રમને સૂચના અપાઈ કે રોવરને સાવધ કરી દો, અને વિક્રમે આ સંદેશ રોવર પ્રજ્ઞાનને આપી તેને માર્ગ બદલવા જણાવ્યું હતું. આ એક અદભૂત સંદેશાવ્યવહાર વ્યવસ્થા છેક પૃથ્વીની ચંદ્ર સુધીની ઈસરોએ ગોઠવી છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પહેલા મોદી સરકારની ભેટઃ LPGના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો