ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISROએ સૌર મિશન આદિત્ય-L1ને લઈ આપ્યું નવું અપડેટ

  • આદિત્ય L1 અવકાશયાન 16 સેકન્ડ માટે રોકાયું
  • સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન આદિત્ય L1

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ રવિવારે(8 ઓક્ટોબરે) ભારતના પ્રથમ સુર્ય મિશન એવા આદિત્ય L1ને લઈને નવું અપડેટ આપ્યું છે. જેમાં ઇસરોએ સોશિયલ મીડીયા પર આદિત્ય L-1 અંગે માહિતી આપી હતી. માહિતી આપતા ઇસરોએ જણાવ્યું હતું કે, આદિત્ય L1 મિશનનું અવકાશયાન 16 સેકન્ડ માટે અવકાશમાં રોકાયું હતું.

ઇસરોએ આદિત્ય-L1ને મિશનને લઈ શું જણાવ્યું ?

ISROએ આદિત્ય-L1 મિશન અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આદિત્ય-L1 સ્પેસક્રાફ્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. તે સતત સૂર્ય તરફ આગળ વધી રહ્યુ છે. 6 ઓક્ટોબરે તેમાં 16 સેકન્ડનો સુધારો કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં માર્ગ સુધારણા સંબંધિત ફેરફારો કરવામાં આવ્યા હતા, જેને ટ્રેજેક્ટરી કરેક્શન મેન્યુવર (TCM) કહેવામાં આવે છે. વધુમાં કહ્યું હતું કે, 19 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા ટ્રાન્સ-લેગ્રેંજિયન પોઈન્ટ 1 ઇન્સર્શન (TL1I)ને ટ્રેક કર્યા પછી મૂલ્યાંકન કરાયેલા પાથને સુધારવા માટે આ જરૂરી હતું.

TCMએ સુનિશ્ચિત કરે છે કે, અવકાશયાન L1ની આસપાસ પ્રભામંડળ ભ્રમણકક્ષામાં પોતાના પથ પર છે. જેમ જેમ Aditya-L1 આગળ વધી રહ્યું છે તેમ, મેગ્નેટોમીટર થોડા દિવસોમાં ફરી શરૂ થશે.

 

ભારતનું પ્રથમ સૌર મિશન એટલે આદિત્ય L1   

સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ અવકાશ મિશન એટલે આદિત્ય L1.  આ મિશનમાં આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરથી વધુના અંતરે L1 બિંદુની પરિક્રમા કરશે. આ અવકાશયાને અત્યાર સુધીમાં પૃથ્વીથી 10 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી નાખ્યું છે. હવે, આ અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયું છે. તારીખ 2 સપ્ટેમ્બરે સફળ પ્રક્ષેપણ પછી, આદિત્ય L1 હાલમાં પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને L1 બિંદુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આદિત્ય L1નો આ ક્રૂઝ તબક્કો જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થઈ જશે જ્યારે વાહન L1 ભ્રમણકક્ષામાં પહોંચશે. આદિત્ય-L1 પર માઉન્ટ થયેલ ASPEX પેલોડનું એક યુનિટ સફળતાપૂર્વક સક્રિય કરવામાં આવ્યું છે. જેણે પૃથ્વીના મેગ્નેટોસ્ફિયર અને તેની બહાર અવકાશમાં સ્થિત ઊર્જાસભર કણો વિશે માહિતી એકત્રિત કરી છે.

 

આ પણ જાણો :ચીફ એસ.સોમનાથનો ખુલાસો: ISRO પર દરરોજ 100થી વધુ સાયબર હુમલાઓ

Back to top button