ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISROએ આપ્યા ગુડ ન્યૂઝ, ચંદ્રયાન 4 ઇતિહાસ સર્જવાની તૈયારીમાં

HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન, ચંદ્રયાન 3ની અપાર સફળતા બાદ ISROએ હવે સંપૂર્ણ ધ્યાન ચંદ્રયાન 4 પર કેન્દ્રિત કર્યું છે. ચંદ્રયાન-4ને લઈને નવી માહિતી સામે આવી છે. ISRO ચીફ એસ સોમનાથે બુધવારે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, ચંદ્રયાન-4ના ભાગોને એક નહીં પણ બે લોન્ચમાં મોકલવામાં આવશે. આ ભાગોને પહેલા ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે પછી અવકાશમાં એસેમ્બલ કરવામાં આવશે.

ઈસરોનું ચંદ્રયાન-4 મિશન અનોખું હશે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથના જણાવ્યા અનુસાર, અવકાશયાનના ભાગોને બે વાર લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ અવકાશમાં આ બે ભાગોને એક કરીને અવકાશયાન તૈયાર થશે. જો આવું થશે તો સંભવતઃ વિશ્વમાં પ્રથમ વખત બનશે અને ચંદ્ર પર પહોંચતા પહેલા જ ઈસરો ઈતિહાસ રચશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4નું મુખ્ય લક્ષ્ય ચંદ્ર પરથી સેમ્પલ લાવવાનું છે. ISROના અધ્યક્ષ એસ સોમનાથે બુધવારે ચંદ્રયાન-4 મિશન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4ને બે ભાગમાં મોકલવું પડશે કારણ કે તે એટલું ભારે છે કે ઈસરોનું સૌથી શક્તિશાળી રોકેટ પણ તેને લઈ જઈ શકતું નથી.

ક્યારે અને કઈ જગ્યાએ થશે લોન્ચ ?
તમને જણાવી દઈએ કે ઈસરોનું મિશન ચંદ્રયાન-4 ખૂબ જ જટિલ અને મહત્વપૂર્ણ મિશન છે. આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે લેન્ડર ISRO દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે અને રોવર મોડ્યુલ જાપાન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મિશન ISRO અને જાપાનના JAXA દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. વર્ષ 2026 સુધીમાં ચંદ્ર પર મિશન મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈસરોએ પહેલેથી જ કહ્યું છે કે ચંદ્રયાન-4નું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર હશે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ખૂબ મદદરૂપ થવાના છે.

સ્પેસક્રાફ્ટના પાર્ટ્સ એસેમ્બલ કરવાનું કામ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં ઘણી એજન્સીઓ દ્વારા કરવામાં આવી ચુક્યું છે. પરંતુ, ISRO અને GEXA દ્વારા આ પ્રયાસ વિશ્વમાં પ્રથમ વખત હશે કારણ કે આ પહેલા કોઈપણ અવકાશયાનને અલગ-અલગ ભાગોમાં લોન્ચ કરવામાં આવે છે અને પછી તે ભાગોને અવકાશમાં જોડવામાં આવે છે. આ સિદ્ધિ સાથે ISRO ચંદ્ર પર ઉતરતા પહેલા જ ઈતિહાસ રચશે.

ચંદ્રયાન-4નું ધ્યેય શું છે ?
ચંદ્રયાન-4નું ધ્યેય ચંદ્ર પરથી પૃથ્વી પર સેમ્પલ લાવવાનું છે. આ પહેલા ચીને હાલમાં જ આવી સિદ્ધિ મેળવી છે. હવે ઈસરોનો વારો છે. આ માટે ISRO અને જાપાની એજન્સી GEXA સાથે મળીને કામ કરી રહી છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સોમનાથે કહ્યું, “અમે ચંદ્રયાન-4નું માળખું એ રીતે તૈયાર કર્યું છે કે ચંદ્રમાંથી પૃથ્વી પર નમૂનાઓ કેવી રીતે લાવવા? અમે તેને બહુવિધ પ્રક્ષેપણ સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા “મજબૂત નથી. તે બધું એક જ સમયે કરવા માટે પૂરતું (મજબૂત).” સોમનાથે કહ્યું, “તેથી, અમારે અવકાશમાં ડોકીંગ ક્ષમતા (અવકાશયાનના વિવિધ ભાગોને જોડતી)ની જરૂર છે. આ ક્ષમતા દર્શાવવા માટે અમારી પાસે આ વર્ષના અંતમાં સ્પેડેક્સ નામનું મિશન નિર્ધારિત છે.”ચંદ્ર પરથી પાછા ફરતા અવકાશયાન મોડ્યુલોનું ડોકીંગ એ એક નિયમિત દાવપેચ છે. આમાં, મુખ્ય અવકાશયાનનો એક ભાગ અલગ થઈને ઉતરે છે જ્યારે બાકીનો ભાગ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહે છે. જ્યારે ઉતરાણનો ભાગ ચંદ્રની સપાટીને છોડી દે છે, ત્યારે તે અવકાશયાન સાથે જોડાય છે. ISRO વિશ્વમાં પ્રથમ વખત ચંદ્રના માર્ગ પર પૃથ્વીની ભ્રમણકક્ષામાં ડોક કરવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન-4 મિશન પર વિગતવાર અભ્યાસ, આંતરિક સમીક્ષા અને ખર્ચ સંબંધિત તમામ માહિતી ટૂંક સમયમાં સરકારને મોકલવામાં આવશે.

આ પણ વાંચો..સૂર્યમાં પણ ધરતીની જેમ તોફાનો ઉદ્દભવે છે? જાણો સૌર તોફાન અને તેના પ્રકારો વિશે

Back to top button