ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

ISRO ચીફ શ્રી ચેંગલમ્મા મંદિર પહોંચ્યા, INSAT-3DSના સફળ પ્રક્ષેપણની કરી પ્રાર્થના

Text To Speech
  • GSLV F14 રોકેટ હવામાન ઉપગ્રહ INSAT-3DSને પૃથ્વીની જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકશે

આંધ્ર પ્રદેશ, 17 ફેબ્રુઆરી: ISROના ચીફ એસ.સોમનાથ આંધ્ર પ્રદેશના સુલ્લુરપેટમાં શ્રી ચેંગલમ્મા મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે INSAT-3DS ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ માટે પ્રાર્થના કરી હતી.  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેનો હવામાન ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કરશે. આ લોન્ચિંગનો હેતુ હવામાન અને કુદરતી આફતો વિશે સચોટ માહિતી મેળવવાનો છે.  GSLV F14 રોકેટ હવામાન ઉપગ્રહ INSAT-3DSને પૃથ્વીની જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકશે.

 

ઇનસેટ શ્રેણીનો ત્રીજો ઉપગ્રહ

ઇસરોના વડા એસ. સોમનાથે પૂજા કર્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘INSAT-3DS આજે સાંજે 5.35 વાગ્યે લોન્ચ થશે. હવામાન અને કુદરતી આફતોની સચોટ માહિતી માટે તેને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપગ્રહ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય માટે બનાવવામાં આવ્યો છે. ઉપગ્રહોની ઇનસેટ શ્રેણીનો આ ત્રીજો ઉપગ્રહ છે.

 

હવામાનની ચોક્કસ માહિતી મળશે

GSLV F14 રોકેટ હવામાન ઉપગ્રહ INSAT-3DSને પૃથ્વીની જીઓસ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકશે. આ મિશનનું સંપૂર્ણ ભંડોળ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ અવકાશની દુનિયામાં ભારતના વધતા વર્ચસ્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. INSAT-3DS ઉપગ્રહ સમુદ્રની સપાટીનો વિગતવાર અભ્યાસ કરશે, જે હવામાનની સચોટ માહિતી આપશે, તેમજ કુદરતી આફતો વિશે વધુ સારી આગાહી કરશે. જ્યારે કુદરતી આફતો અંગેની સચોટ માહિતી અગાઉથી મળી જશે ત્યારે તેને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે. આ વેધર સેટેલાઇટ ભારતીય હવામાન એજન્સીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ જુઓ: INSAT-3DSનું આજે ‘Naughty Boy’ પરથી લોન્ચિંગ, કુદરતી આફતો વિશે આપશે માહિતી

Back to top button