ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાત

સોમનાથ દર્શન કરવા આવી પહોંચ્યા ઈસરોના ચેરમેન સોમનાથ

Text To Speech

ઈસરોના ચેરમેન એસ. સોમનાથે આજે 28 સપ્ટેમ્બરે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે દર્શન કર્યા હતા. શ્રી સોમનાથે સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે પરંપરાગત વિધિથી દર્શન અને પૂજાવિધિમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમના સન્માનમાં યાત્રાધામ સોમનાથ ખાતે ઉપસ્થિત સેંકડો લોકોનું તેમણે અભિવાદન કર્યું હતું.

દેશના સર્વશ્રેષ્ઠ વિજ્ઞાનીઓ પૈકી એક એવા એસ. સોમનાથની સનાતન ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધ જગજાહેર છે અને તેઓ નિયમિત રીતે દેવદર્શને જતા હોવાના વીડિયો અને ફોટા છેલ્લા થોડા સમયથી ખાસ જોવા મળે છે. શ્રી એસ. સોમનાથે ચંદ્રયાન-3 મિશનની સફળતા પછી તિરૂપતિ બાલાજી સહિત વિવિધ પવિત્ર યાત્રાધામમાં દર્શન કર્યા હતા. એ જ અનુસંધાને આજે તેઓ ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ સોમનાથ આવી પહોંચ્યા હતા. (જૂઓ વીડિયો)

ઈસરો ચેરમેન એસ. સોમનાથે હજુ બે દિવસ પહેલાં જ દિલ્હીમાં ઈન્ડિય સાયન્સ કૉંગ્રેસની સભાને સંબોધતા કહ્યું હતું કે, ચંદ્રયાન મિશનની સફળતા અને સૂર્ય મિશન (આદિત્ય એલ-1)ના પ્રારંભ પછી ઈસરોએ શુક્ર ગ્રહ વિશે સંશોધન કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને એ માટેના પેલોડ પણ તૈયાર થઈ ગયા છે.

અહીં વાચોઃ ઈસરોએ ચંદ્ર, સૂર્ય પછી હવે શુક્રના ગ્રહ તરફ જવા તૈયારી શરૂ કરી

Back to top button