ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયલનો ગાઝાપટ્ટીમાં હુમલાનો દોર યથાવત, 2200થી વધુના મૃત્યુ

Text To Speech
  • ઈઝરાયલની કાર્યવાહીથી ગાઝાપટ્ટીમાં 8500થી વધુ ઘાયલ
  • હમાસના હુમલાથી ઈઝરાયેલમાં 1300થી વધુના મૃત્યુ તો 3400થી વધુ ઘાયલ

ઈઝરાયેલ-હમાસ યુદ્ધઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને આઠ દિવસ વીતી ગયા છે. ત્યારે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા પ્રચંડ આક્રમણને કારણે અત્યાર સુધીમાં 2200થી વધુ પેલેસ્ટાઈન લોકોના મૃત્યુ થયા છે. અહીં 8500થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 700 બાળકો પણ સામેલ છે. આ સાથે ઈઝરાયેલમાં હમાસના હુમલામાં મૃત્યુ પામનારની સંખ્યા 1300થી વધુ છે, જ્યારે 3400થી વધુ ઘાયલ છે.

ઈઝરાયેલની બોમ્બમારોને કારણે ગાઝાપટ્ટીમાં રહેતા પેલેસ્ટાઈનીઓ માટે પોતાનો જીવ બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. ઈઝરાયલે આખી રાત ગાઝાના ખાન યુનિસ, ગાઝા સિટી સહિત ગાઝાના ઘણા વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો.

 

ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ સૈનિકોની લીધી મુલાકાત

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝા સરહદની મુલાકાત લીધી હતી. તેણે ફ્રન્ટલાઈન પરના સૈનિકો સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. નેતન્યાહુએ કહ્યું કે, અમારા સૈનિકો ગાઝાપટ્ટીમાં છે, તેથી અમે તૈયાર છીએ. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે હમાસનો નાશ કરશે.

 

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે, તે હવે હમાસ સાથેના યુદ્ધમાં આગળના તબક્કાની તૈયારી કરી રહી છે. ગાઝામાં ઘૂસીને હમાસના સ્થાનો પર જમીની હુમલો કર્યા બાદ હવે હવા, સમુદ્ર અને જમીન દ્વારા હુમલો કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે હજારો અનામત સૈનિકોને બોલાવવામાં આવ્યા છે.

 

આ પણ જુઓ :જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, હિમવર્ષાની ચેતવણી

Back to top button