ટ્રેન્ડિંગવર્લ્ડ

ગાઝામાંથી 250 બંધકોને બચાવવા માટે ઇઝરાયલી સેનાનું બેધડક ઓપરેશન

Text To Speech
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત સાતમા દિવસે યુદ્ધ ચાલુ
  • સેનાના લાઈવ ઓપરેશનમાં 60 હમાસ લડવૈયાઓ માર્યા ગયા તો 26 પકડાયા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત સાતમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. તે દરમિયાન, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા લાઈવ ઓપરેશનના શુક્રવારે ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં ઈઝરાયેલી સૈનિકોએ ગાઝા સુરક્ષા વાડની આસપાસના વિસ્તારમાં આવેલા કમ્પાઉન્ડમાં ઘૂસીને 250 જેટલા બંધકોને બચાવ્યા હતા. જ્યારે આ ઓપરેશનમાં 60 હમાસ લડવૈયા માર્યા ગયા હતા અને 26 જેટલા પકડાઈ ગયા હતા.

IDFએ વીડિયો જાહેર કર્યો છે

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા લાઈવ ઓપરેશનના બોડી કેમ ફૂટેજ શુક્રવારે ટ્વિટર પર જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરના રોજ, સુફા સૈન્ય ચોકી પર નિયંત્રણ મેળવવાના સંયુક્ત પ્રયાસમાં ગાઝા સુરક્ષા વાડની આસપાસના વિસ્તારમાં ફ્લોટિલા 13 એલિટ યુનિટ્સને (IDF યુનિટ્સ) તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યાં સૈનિકોએ લગભગ 250 બંધકોને જીવતા બચાવ્યા હતા. આ દરમિયાન હમાસના દક્ષિણી નૌકા વિભાગના નાયબ કમાન્ડર મુહમ્મદ અબુ અલી સહિત 60થી વધુ હમાસ લડવૈયાઓ માર્યા ગયા હતા અને 26 પકડાયા હતા’

 

અમેરિકાએ પણ ઈઝરાયેલને મદદ મોકલી

ડિફેન્સ ફોર્સિસ (IDF) અનુસાર, અમેરિકન હથિયારોથી સજ્જ વિમાન મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલના નેબાટીમ એર બેઝ પર પહોંચ્યું હતું. અમેરિકનો દ્વારા મોકલવામાં આવેલા શસ્ત્રોમાં નેવીનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ (CVN 78), સપોર્ટ એરક્રાફ્ટની 8 સ્ક્વોડ્રન અને ટિકોનડેરોગા ક્લાસ ગાઇડેડ મિસાઇલ ક્રુઝર યુએસએસ નોર્મેન્ડી (સીજી 60) સહિતના સમાવિષ્ટ છે. અમેરિકાની જેમ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ ઈઝરાયેલને જોરદાર સમર્થન આપી રહ્યા છે. યુરોપના શક્તિશાળી દેશોએ પણ કહ્યું છે કે, તેઓ ઈઝરાયલની સાથે ઉભા રહેશે અને કહ્યું છે કે તેને સ્વરક્ષણનો અધિકાર છે.

 

આ પણ વાંચો :‘ઓપરેશન અજય’ હેઠળ ઈઝરાયેલથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ પહોંચી ભારત

Back to top button