ઈઝરાયલી સેનાએ હમાસને ખતમ કરવાના લીધી સોગંધ, ગાઝાની સુરંગોમાં દરિયાનું પાણી


ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેના ગાઝામાં હમાસની સુરંગોને ઘણા દિવસોથી નષ્ટ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન સેનાએ એક વિચિત્ર પગલું ભર્યું છે. ઈઝરાયેલની સેના ગાઝામાં દરિયાના પાણીથી ટનલ ભરી રહી છે. ઈઝરાયેલની સેનાએ આ અંગે કોઈ માહિતી આપી નથી. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

બાઈડેન વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલમાં પાણી ભરવાથી ટનલનો નાશ થશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાશે નહીં. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, કેટલાક અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે આના કારણે ગાઝાનું શુદ્ધ પાણી ગંદુ થવાનો ભય છે. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલની સેનાને સુરંગોને સમુદ્રના પાણીથી સંપૂર્ણપણે ભરવામાં ઘણો સમય લાગશે.
હમાસનું ટનલનું નેટવર્ક કેટલું મોટું છે?
હમાસે દાવો કર્યો છે કે તેણે 40 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર ગાઝા પટ્ટીમાં 500 કિલોમીટર લાંબી ટનલનું નેટવર્ક તૈયાર કર્યું છે. આ ટનલમાંથી બહાર નીકળવા માટે શાળાઓ અને મસ્જિદોમાં એક્સેસ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.
જોખમો શું છે?
ઈઝરાયેલની સેનાએ ઘણી વખત કહ્યું છે કે હમાસ દ્વારા બંધક બનાવેલા ઈઝરાયેલના નાગરિકોને સુરંગમાં છુપાવીને રાખવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં સેના સુરંગોમાં પાણી ભરી રહી છે. દરિયાના પાણીથી ટનલ ભરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જો ટનલ પાણીથી ભરાઈ જશે, તો હમાસ લડવૈયાઓ સાથે બંધકો મૃત્યુ પામશે. આ સિવાય ટનલ તૂટી પડવાનો પણ ભય રહેશે.